અમદાવાદઃ સોમવારે ડૉક્ટર્સની રાષ્ટ્રવ્યાપી હડતાળ, માત્ર IPD રહેશે ચાલુ

15 June, 2019 08:34 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃ સોમવારે ડૉક્ટર્સની રાષ્ટ્રવ્યાપી હડતાળ, માત્ર IPD રહેશે ચાલુ

સોમવારે ડૉક્ટર્સની રાષ્ટ્રવ્યાપી હડતાળ

ડૉક્ટર્સ પર વધી રહેલા હુમલાની ઘટનાને લઈને ચાલી રહેલી હડતાળમાં અમદાવાદના ડૉક્ટર્સ પણ જોડાશે. દેશના 19થી વધુ રાજ્યના ડૉક્ટર્સ તેમાં જોડાયા છે. પશ્ચિમ બંગાળમાં ડૉક્ટરો પર થયેલી હિંસાના વિરોધમાં હડતાલ કરી રહેલા ડૉક્ટરોના સમર્થનમાં ઈન્ડિયન મેડિકલ અસોસિયેશન પણ આવ્યું છે. DMA અને IMAએ સાથે મળીને દેશના 19 રાજ્યોના ડૉક્ટર્સની એકસાથે દેશવ્યાપી હડતાળની ઘોષણા કરી છે.

અમદાવાદની હૉસ્પિટલ પણ જોડાશે
અમદાવાદની વેદાંત હૉસ્પિટલને સર્ક્યુલર જાહેર કર્યું છે. જેમાં હડતાલના દિવસે OPD બંધ રાખવાની અને માત્ર IPD ચાલુ રાખવાની વાત કરવામાં આવી છે. મણિનગર અને નવરંગપુરા હૉસ્પિટલના 11 ડૉક્ટરો જોડાવાના છે. એક દિવસમાં સમાન્ય રીતે 120-130 પેશન્ટ હોય છે. જે તમામ સોમવારે કેન્સલ થશે.


આ છે ડૉક્ટર્સની માંગણીઓ
-પશ્ચિમ બંગાળમાં ડૉક્ટર્સ પર રાજનીતિથી પ્રેરિત હુમલા રોકવામાં કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરે.
-દેશભરની હૉસ્પિટલ્સમાં એક સમાન સુરક્ષા કોડ લાગૂ કરવામાં આવે.
-હૉસ્પિટલમાં સુરક્ષા ગાર્ડ વધારવામાં આવે, બંદૂકધારી ગાર્ડ તહેનાત કરવામાં આવે.
-તમામ હૉસ્પિટલોમાં સીસીટીવીની સુવિધા હોય, ખાસ કરીને ઈમરજન્સીમાં.
-સુરક્ષાની નિયમિત રીતે સમીક્ષા કરવામાં આવે.

શું છે પુરો મામલો?
મહત્વનું છે કે કોલકાતા NRS હૉસ્પિટલમાં સોમવારે એક દર્દીના મોત બાદ તેના સંબંધીઓએ ડૉક્ટર સાથે મારપીટ કરી હતી. જેમાં કેટલાક ડૉક્ટર ગંભીર રીતે ઘાયલ થયા હતા. જે બાદ ડૉક્ટર હડતાલ પર ચાલ્યા ગયા હતા.

ahmedabad gujarat