અમદાવાદઃ આ બિઝનેસ સ્કૂલમાં નોંધાયું 100% પ્લેસમેન્ટ

18 June, 2019 12:29 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃ આ બિઝનેસ સ્કૂલમાં નોંધાયું 100% પ્લેસમેન્ટ

આ બિઝનેસ સ્કૂલમાં નોંધાયું 100% પ્લેસમેન્ટ

બીકે સ્કૂલ ઓફ પ્રોફેશનલ એન્ડ મેનેજમેન્ટ સ્ટડિઝ, જે ગુજરાતની ટોચની બિઝનેસ સ્કૂલ્સમાંથી એક છે તેણે 2019ની બેચ માટે 100% પ્લેસમેન્ટ મેળવ્યું છે. અહીંના વિદ્યાર્થીઓએ સરેરાશ વાર્ષિક 5 લાખ 6 હજારનું પેકેજ મેળવ્યું છે. સંસ્થાની પ્રેસ રિલીઝમાં આ માહિતી આપવામાં આવી છે.

પ્રેસ રિલીઝમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે, "અમારું સૌથી હાઈએસ્ટ પેકેજ 7 લાખ છે જ્યારે સરેરાશ 5 લાખ આસપાસનું પેરે છે. લગભગ 85 ટકા જેટલા વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ તો માર્ચ મહિનામાં તેમનું ચોથું સેમેસ્ટર પૂર્ણ થાય એ પહેલા જ થઈ ગયું હતું."

કુલ 81 વિદ્યાર્થીમાંથી 68 વિદ્યાર્થીઓને સંસ્થાના માધ્યમથી પ્લેસમેન્ટ મળ્યું છે. જ્યારે બાકીના વિદ્યાર્થીઓએ કાં તો બિઝનેસમાં ઝંપલાવ્યું છે અથવા તો સરકારી નોકરી માટે અરજી કરી છે. કેટલાક વિદ્યાર્થીઓને ઑફ કેમ્પસ પ્લેસમેન્ટ પણ મળ્યું છે.


2017-2019 બેચના વિદ્યાર્થીઓ માટે જે પ્લેસમેન્ટ આવ્યું તેમાં HDFC ગ્રુપ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીઝ, ટોરેન્ટ ગ્રુપ, ICICI ગ્રુપ, ABP ન્યૂઝ નેટવર્ક, ગૃહ ફાયનાન્સ, અદાણી ગ્રુપ, પિરામલ ગ્રુપ, હેવેલ્સ, કોટક ગ્રુપ, HDB ફાયનાન્સિયલ અને તાત્વિક એનાલીટિક્સનો સમાવેશ થાય છે.

ahmedabad gujarat