મેટ્રોના કામના કારણે રૂંધાઈ રહ્યા છે અમદાવાદીઓના શ્વાસ

03 May, 2019 04:21 PM IST  |  અમદાવાદ

મેટ્રોના કામના કારણે રૂંધાઈ રહ્યા છે અમદાવાદીઓના શ્વાસ

મેટ્રોના કામના કારણે રૂંધાઈ રહ્યા છે અમદાવાદીઓના શ્વાસ

અમદાવાદના સાબરમતી અને મોટેરા વિસ્તારના લોકો મેટ્રો રેલ પ્રોજેક્ટના કારણે પરેશાન થઈ રહ્યા છે. ધૂળના કારણે સ્થાનિકોને શ્વાસને લગતી બીમારીઓ થઈ રહી છે. મેટ્રો માટે થઈ રહેલા ખોદકામના કારણે સતત ધૂળ ઉડી રહી છે અને હવામાં ધૂળના રજકણોના કારણે સ્થાનિકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે.  સાબરમતી ટોલ નાકાથી લઈને મોટેરા ગામ સુધીનો રસ્તો ખોદી નાખી આપવામાં આવ્યો છે. અને વધારાની ધૂળને દૂર પણ નથી કરવામાં આવી રહી.


જ્યારે આ ધૂળિયા રસ્તા પરથી વાહનો પસાર થાય છે ત્યારે આખું વાતાવરણ ખરાબ થઈ જાય છે. ડસ્ટ પોલ્યૂશન વધવાના કારણે આસપાસના રહીશોમાં અસ્થમા, કફ અને શ્વાસ લેવામાં તકલીફમાં વધારો થઈ રહ્યો છે.

ફરિયાદો અથડાઈ બહેરા કાને
સ્થાનિકોએ અનેક ફરિયાદો કરી છે પરંતુ તે જાણે બહેરા કાને અથડાઈ રહી છે. તેઓ કહે છે કે પાણીનો છંટકાવ કરવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે. અને તે આ પ્રોજેક્ટથી કોઈને સમસ્યા ન થાય તેના માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદઃ દીકરાને જામીન અપાવવા પિતાએ કાલ્પનિક દીકરીને મારી નાખી!

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમોનું નથી થતું પાલન
મેટ્રોના કામમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમોનું પાલન  ન થતું હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે આવી રીતે કામ ચાલી રહ્યું હોય ત્યારે ધૂળ માટે ટ્રીટેડ વેસ્ટ વૉટરનો ઉપયોગ કરવાનું સૂચન છે. જેથી ધૂળના રજકણો ન ફેલાય. જો કે તેનું પાલન ન થતું હોવાના કારણે સ્થાનિકોને સમસ્યા થઈ રહી છે.

ahmedabad gujarat