અમદાવાદઃ વરસાદના કારણે ગયો એક વ્યક્તિનો જીવ

17 June, 2019 10:01 AM IST  |  અમદાવાદ

અમદાવાદઃ વરસાદના કારણે ગયો એક વ્યક્તિનો જીવ

તસવીર સૌજન્યઃ TOI

રવિવારે વરસાદ આવતા અમદાવાદવાસીઓને ગરમીથી રાહત મળી. જો કે આ વરસાદના કારણે એક મહિલાને જીવ ગુમાવવો પડ્યો છે. 24 વર્ષના સલમા બાનુ તેમના પરિવાર સાથે રીક્શામાં જઈ રહ્યા હતા ત્યારે તે રીક્શા પર વૃક્ષ પડ્યું અને તેમનું મોત થઈ ગયું. બેસ્ટ હાઈ સ્કૂલ પાસે આ ઘટના બની. ટ્રાફિક સિગ્નલ પાસે જ્યારે રીક્શા ઉભી હતી ત્યારે વૃક્ષ તેના પર પડ્યું. સલમા, તેની દીકરી તાહિરા અને પતિ હારૂણ અન્સારી અને તેમના સાસુ રીક્શામાં જઈ રહ્યા હતા. તેઓ શાહ આલમ દરગાહ જઈ રહ્યા હતા.

અકસ્માત બાદ સલમાને એસજી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. જ્યારે તેના પરિવારના અન્ય સભ્યો સ્વસ્થ છે. આ સિવાય શહેરમાં ભારે પવનના કારણે 9 વૃક્ષો ઉખડી ગયા.

આ પણ વાંચોઃ 'વાયુ' બતાવી રહ્યું છે અસર, કચ્છમાં વરસાદની થઈ શરૂઆત

હવામાન વિભાગની આગાહી પ્રમાણે શહેરમાં બે દિવસ વરસાદ પડવાની સંભાવના છે. AMCએ આપેલી માહિતી પ્રમાણે સાઉથવેસ્ટ ઝોનમાં 28.5મીમી વરસાદ પડ્યો, જ્યારે નોર્થ ઝોનમાં 26.01 મીમી, નોર્થ વેસ્ટ ઝોનમાં 20.25 મીમી વરસાદ પડ્યો છે. શહેરની વાત કરીએ તો અમદાવાદમાં અત્યાર સુધીમાં 17.75મીમી વરસાદ પડ્યો છે.

ahmedabad gujarat