અમદાવાદ પોલીસ ટ્રાફિક નિયમોની જાગૃતિ માટે હવે મીમ્સના સહારે

14 June, 2019 03:29 PM IST  |  અમદાવાદ

અમદાવાદ પોલીસ ટ્રાફિક નિયમોની જાગૃતિ માટે હવે મીમ્સના સહારે

અમદાવાદ પોલીસ ટ્રાફિક નિયમોની જાગૃતિ માટે હવે મીમ્સના સહારે

આજકાલ જમાનો છે મીમ્સનો. કોઈ પણ ઘટના બને એટલે તરત જ તેને લગતા મીમ્સ વાયરલ થઈ જાય છે. લોકો પણ આ મીમ્સની મજા લે છે. અને ઘણીવાર આ મીમ્સ સંદેશો પણ આપી જાય છે. મીમ્સની આ જ લોકપ્રિયતાનો ફાયદો અમદાવાદ પોલીસ પણ ઉઠાવી રહી છે.

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સૌથી મોટી સમસ્યા છે. અને તેના નિવારણ માટે અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ પોલીસ અનેક પ્રયાસો કરી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદ પોલીસ સોશિયલ મીડિયા પર આ મીમ મુક્યું છે. જરા તમે પણ જુઓ.

મીમ બનાવીને વાહન ચલાવતા સમયે હેલમેટ પહેરવી કેટલી મહત્વની છે તે બતાવવામાં આવ્યું છે. જેમાં એક વ્યક્તિ હેલમેટ વગર વાહન ચલાવી રહ્યો છે, જ્યારે એક ફોટોમાં વાહન ચલાવનારે હેલમેટ પહેરી છે જ્યારે પાછળ જે બેઠા છે તેણે હેલમેટ નથી પહેરી. જ્યારે ત્રીજી તસવીરમાં બંનેએ હેલમેટ પહેરી છે. આ મીમથી ટ્રાફિક પોલીસે સુરક્ષા માટે હેલમેટ કેટલી જરૂરી છે તેનો સંદેશો આપ્યો છે.

આ પણ વાંચોઃ અમદાવાદઃ શહેરના ટ્રાફિક સિગ્નલો જલ્દી જ બનશે સ્માર્ટ

અમદાવાદ પોલીસ અને મહાનગરપાલિકા જનતા સુધી પહોંચવા માટે સોશિયલ મીડિયાનો સારી રીતે ઉપયોગ કરી રહી છે. જનજાગૃતિ ફેલાવવા માટે તેઓ પોસ્ટ પણ કરી રહ્યા છે જેને લોકો પસંદ અને શેર પણ કરી રહ્યા છે.

ahmedabad gujarat