કોઈ સાંભળે છે? અમદાવાદના આ વિસ્તારને છે સ્કૂલની જરૂર

15 June, 2019 01:35 PM IST  |  અમદાવાદ

કોઈ સાંભળે છે? અમદાવાદના આ વિસ્તારને છે સ્કૂલની જરૂર

અમદાવાદના આ વિસ્તારને છે સ્કૂલની જરૂર

અમદાવાદના નરોડા અને નિકોલ વિસ્તારના વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે. કારણ કે આ વિસ્તારમાં એક પણ સરકારી અંગ્રેજી માધ્યમની શાળા નથી. આ વિસ્તારના 500થી વધુ વાલીઓએ મળીને એક પીટિશન સાઈન કરી છે અને કોર્પોરેશનને એ વિસ્તારમાં શાળા શરૂ કરવાની અપીલ કરી છે. જો કે, તેમને નિરાશા સાંપડી છે. પુરતી સંખ્યામાં વિદ્યાર્થીઓ હોવા છતા અને AMCને જમીન આપવા છતા પણ આ દિશામાં કોઈ પગલા નથી લેવામાં આવ્યા. AMC સ્કૂલ બોર્ડને કોઈ જ જવાબ નથી આપ્યો.

હિમાંશુ રોહેલાએ તેમની દીકરીને ખાનગી શાળામાંથી ટર્મિનેટ કરવામાં આવ્યા બાદ ક્રિષ્ણનગરની પ્રાથમિક શાળામાં દાખલ કરી હતી. તેમણે આ 2018માં આ અભિયાન શરૂ કર્યું છે. જેમાં તેઓ એવા લોકોને સામેલ કરે છે જેઓ પોતાના બાળકને સરકારી શાળામાં દાખલ કરવા માંગે છે.

લાંબા સમયથી છે માંગ

અમદાવાદ મિરર સાથે વાત કરતા હિમાંશુભાઈએ કહ્યું કે, જ્યારે અમે AMCના અધિકારીઓ સાથે ગયા વર્ષે વાત કરી, ત્યારે અમને શાળા માટે પુરતા વિદ્યાર્થીઓ લાવવાનું કહ્યું, અમે ઓનલાઈન સર્વેના માધ્યમથી 500 એવા લોકો શોધ્યા અને આ યાદી અમે તેમને આપી. તેમણે કહ્યું સ્કૂલ માટે જમીન શોધીને આપો. અમે તે પણ આપી. પરંતુ અત્યાર સુધીમાં અમે કોઈ જવાબ નથી મળ્યો. અમનો તો સારી સરકારી શાળા અને સારા શિક્ષકો જોઈ છે.

વાલીઓ ગુસ્સામાં છે કારણ કે AMC પુરતા વિદ્યાર્થીઓ ન મળતા હોવાનું કારણ આપી શાળા શરૂ નથી કરતી. પરંતુ અહીં તો પુરતા વિદ્યાર્થીઓ હોવા છતા તંત્ર ધ્યાન નથી આપી રહ્યું.

આ પણ વાંચોઃ સુરતના કડોદરામાં દોરા બનાવતી કંપનીમાં શૉર્ટ સર્કિટના કારણે આગ

શું છે નિયમો?
એક વિસ્તારમાં શાળા ઉભી કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાને ઓછામાં ઓછા 300 વિદ્યાર્થીઓ જોઈએ. નવા નરોડાના ઉમેશ સોની કહે છે કે, અમારા વિસ્તારની સરકારી શાળામાં પ્રવેશ માટે 1500 અરજીઓ આવે છે. જે શાળા સ્વીકારી નથી શકતી. અમે AMC માટે તમામ ગ્રાઉન્ડ વર્ક કરીને રાખ્યું છે, સર્વે નંબર પણ લઈને રાખ્યા છે. પરંતુ અમને મંજૂરી નથી મળી. આ જગ્યા વિશાળ છે. તેમાં રમત ગમતનું મેદાન પણ બની શકે છે. જો આ વિસ્તારમાં શાળા બની જાય તો મસમોટી ફી ભરતા અનેક વાલીઓ અને વિદ્યાર્થીઓને ફાયદો થઈ શકે એમ છે.

ahmedabad gujarat