હવે અમદાવાદ મનપા પણ નથી સલામત, AMCના પાર્કિંગમાંથી ચોરાઈ કાર

02 May, 2019 05:17 PM IST  |  અમદાવાદ

હવે અમદાવાદ મનપા પણ નથી સલામત, AMCના પાર્કિંગમાંથી ચોરાઈ કાર

AMCના પાર્કિંગ લોટમાં પણ કાર નથી સલામત!

અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા રાહુલસિંહ ઉમેદસિંહ ચૌહાણ, મંગળવારે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે કે, તેમણે પોતાની કાર AMCના પાર્કિંગમાં રાખી હતી. અને ત્યાંથી તે ચોરી થઈ ગઈ હતી.

એપ્રિલ 24 અને એપ્રિલ 25 વચ્ચે આ ઘટના બની. સોલા હાઈકોર્ટ પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી છે. પોલીસે ચોરીની ફરિયાદ નોંધી કેસની તપાસ  શરૂ કરી છે.

આ પણ વાંચોઃ આજથી રાજ્યમાં 24 કલાક ખુલ્લી રહી શકશે બજારો અને શોપિંગ મૉલ્સ

રાહુલસિંહે તેમની SUV કાર અમદાવાદ મહાનગરપાલિકાના પાર્કિંગમાં જ પાર્ક કરી હતી અને તે ત્યાંથી જ ચોરી થઈ છે. આ કિસ્સાને જોતા કહી શકાય કે હવે તો અમદાવાદ મહાનગરપાલિકાના પાર્કિંગ લોટમાં પણ કાર સલામત નથી.

ahmedabad gujarat