હવે અમદાવાદ પર ખાસ ટીમ રાખશે નજર, કાયદો તોડ્યો તો તાત્કાલિક થશે દંડ

07 May, 2019 05:31 PM IST  |  અમદાવાદ

હવે અમદાવાદ પર ખાસ ટીમ રાખશે નજર, કાયદો તોડ્યો તો તાત્કાલિક થશે દંડ

શહેરમાં શિસ્ત જાળવવા મનપા અનો પોલીસની પહેલ

અમદાવાદને શિસ્તમાં લાવવા અને લોકોને કાયદાનું સઘન પાલન કરાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકા અને અમદાવાદ પોલીસે હાથ મિલાવ્યા છે. શહેરમાં સૌપ્રથમવાર JET એટલે કે જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરવામાં આવી છે. જે શહેર પર સતત નજર રાખશે.


કોણ કોણ હશે JETમાં?
જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમમાં વાહનના ડ્રાઈવર, પોલીસ વિભાગના 2 જવાનો, એસ્ટેટ ખાતાના ઈન્સ્પેક્ટર, હેલ્થ વિભાગના સેનેટરી સબ ઈન્સ્પેક્ટર સહિત પાંચ લોકો હશે. શહેરમાં સફાઈનું ધોરણ જળવાઈ અને નિયમોનું પાલન ખાય તે માટે 50 જેટલી ઈ-રિક્શાથી શહેરના તમામ 48 વૉર્ડમાં સઘન ચકાસણી કરવામાં આવશે. જેમાં આ પાંચ લોકો રહેશે.

આ પણ વાંચોઃ જાહેરમાં કરશો ગંદકી તો થશે દંડ, અમદાવાદ પોલીસ કરશે એપ્લિકેશન લોન્ચ

શિસ્ત ભંગ કરશો તો થશે દંડ
દરેક વોર્ડમાં આ ટીમ સઘન ચકાસણી કરશે અને જો કાયદાનો ભંગ કરવામાં આવ્યો હશે તો તેને દંડ કરવામાં આવશે. જે તાત્કાલિક ભરવાનો રહેશે. જો દંડ નહીં ભરે તો તેમને મેજીસ્ટ્રેસ સામે હાજર કરીને કાર્રવાઈ કરવામાં આવશે.

ahmedabad gujarat