આશ્રમ વિવાદ પર નિત્યાનંદે મૌન તોડ્યું, ગુજરાતમાં ટાર્ગેટ કરાઇ રહ્યા છે

20 November, 2019 09:13 AM IST  |  Ahmedabad

આશ્રમ વિવાદ પર નિત્યાનંદે મૌન તોડ્યું, ગુજરાતમાં ટાર્ગેટ કરાઇ રહ્યા છે

નિત્યાનંદ આશ્રમ વિવાદ

શહેરના છેવાડે હાથીજણમાં આવેલા નિત્યાનંદના આશ્રમમાં કથિત રીતે ગોંધી રખાયેલી પોતાની પુત્રીને મળવા માટે છેલ્લા ત્રણ દિવસથી મથામણ કરી રહેલા બૅન્ગલોરના પરિવારને આશ્રમ સંચાલકોએ મળવા દીધો નથી. આ મામલે પોતાનો પક્ષ રાખતાં સ્વામી નિત્યાનંદે ટ્વિટર પર એક વિડિયો પોસ્ટ કરી જણાવ્યું છે કે અમારા અનુયાયીઓ શ્રેષ્ઠ છે, પણ ગુજરાતમાં અમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.

હું પહેલાં તમને મારું સ્ટૅન્ડ કહી દઉં, જે કોઈ મારા પર હુમલો કરે છે તે સીક્રેટ જાણે છે કે જો મારા ભક્તોને શિકાર બનાવવામાં આવશે તો હું સમાધાન કરી લઈશ. તેઓ જાણે છે કે જો તેમના ભક્તોને નિશાન બનાવાશે તો હું ઝૂકી જઈશ. તેમણે મને ઝુકાવવા એક વ્યૂહ અપનાવ્યો છે, પરંતુ હું ઝૂકવાનો નથી. મારા ગુજરાતના ભક્તો શિસ્તબદ્ધ, સત્યનિષ્ઠ અને અસાધારણ ભક્તો છે. મારા ગુજરાતના ભક્તો શ્રેષ્ઠ છે, હું તેમનું નામ લેવા માગતો નથી. તેમની મારા પ્રત્યેની વફાદારી છે. આ પ્રકારની સ્થિતિમાં પણ મારી રીતે મજબૂત રીતે ઊભા છે. મીડિયા દ્વારા તેમને અલગ-અલગ ઍન્ગલથી નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હું મારા ગુજરાતના ભક્તોનો ખૂબ-ખૂબ આભારી છું. મીડિયા તેમને નિશાન ન બનાવે એ માટે હું તેમનાં નામ આપીશ નહીં. પરંતુ હું ભક્તોની હેરાનગતિ જોઈ શકું નહીં.

તેમ જ આ મામલે આજે હાઈ કોર્ટ હેબિયસ કોર્પસની સુનાવણી કરશે. તેમ જ ગુમ યુવતીના વકીલે બાળકીને કોર્ટ સમક્ષ હાજર કરવાનું કહી જણાવ્યું કે પોલીસ બાળકીને આઇપી ઍડ્રેસ દ્વારા શોધી લાવે.

આ પણ વાંચો : ચોટીલા પહોંચ્યા ગીરના સાવજ

સીટની ટીમમાં બે ડીવાયએસપી, બે પીઆઇ, બે પીએસઆઇ સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે. બીજી બાજુ આશ્રમ સામે પોલીસ ફરિયાદ કરનારા યુવતીના પરિવારને પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવામાં આવ્યું છે.

ahmedabad gujarat Crime News