I-T રીફંટ કૌભાંડનો માસ્ટર માઈન્ડ નાઈજીરિયન હોવાનો ખુલાસો

18 June, 2019 10:59 AM IST  |  અમદાવાદ

I-T રીફંટ કૌભાંડનો માસ્ટર માઈન્ડ નાઈજીરિયન હોવાનો ખુલાસો

I-T રીફંટ કૌભાંડનો માસ્ટર માઈન્ડ નાઈજીરિયન હોવાનો ખુલાસો

અમદાવાદમાં સામે આવેલા આઈ-ટી રીફંડ કૌભાંડનો માસ્ટરમાઈંડ નાઈજીરિયાનો હોવાનો ખુલાસો થયો છે. જાણો શું છે મામલો.બે મહિનાની તપાસ બાદ અમદાવાદ પોલીસને આઈટી રીફંડ કૌભાંડના માસ્ટરમાઈંડની ભાળ મળી છે. નાઈજીરિયાનો ફ્રેન્ક ઉર્ફે ચાર્લ્સ નામનો શખ્સ આખા દેશમાં થયેલા આ કૌભાંડની પાછળ હોવાનો ખુલાસો થયો છે. જૂન 13ના સાયબર સેલે ત્રણ નાઇજીરિય સહિત કુલ સાત લોકોની ધરપકડ કરી હતી. જેમની પૂછપરછમાં વધુ બે નામ સામે આવ્યા હતા. જેમની પણ સોમવારે ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ સાયબર સેલના ડેપ્યૂટી કમિશ્નરે આપેલી માહિતી અનુસાર ઈરફાન દેશમુખ, તેનો ભાઈ તબિસ દેશમુખ, રાજેશ ચંદ્રકાંત ગાયકવાડ અને નિઝામુદ્દીન નુરબાદશાહ છે. આરોપીઓની પૂછપરછમાં ચાર્લ્સનું નામ સામે આવ્યું છે દે નાઈજીરિયાથી બધુ ઓપરેટ કરે છે. જેના પ્રત્યાર્પણ માટે હવે સાયબર સેલ CID ક્રાઈમના માધ્યમથી ગૃહમંત્રાલય અને વિદેશ મંત્રાલયને અરજી કરશે.

ઈનકમ ટેક્સ કૌભાંડ ગયા વર્ષે સામે આવ્યું હતું જ્યારે અમદાવાદના ડૉ. તેજસ શાહે 2 લાખ 10 હજાર રૂપિયાની તેમના બેંક અકાઉન્ટમાંથી ચોરી થઈ હોવાની ફરિયાદ કરી હતી. સાયબર સેલ આ મામલે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

અમદાવાદ સાયબર સેલે આ મામલે 4700માંથી 1000 લોકોની ઓળખ કરી છે. જેમની સાથે પણ ઈનકમ ટેક્સ રીફંડના નામે છેતરપિંડી થઈ છે. આ ગેન્ગ લોકોને નિશાન બનાવતા હતા અને તેમને મેસેજ કરી લિંક પર ક્લિક કરવા કહેતા હતા. જ્યારે વ્યક્તિ તે લિંક પર ક્લિક કરે ત્યારે એક બનાવટી ઈનકમ ટેક્સનું પેજ ખુલતું હતુ જેમાં તે વ્યક્તિની અંગત માહિતી માંગવામાં આવતી હતી. પાસવર્ડ અને પિન સહિતની માહિતી લઈને આ લોકો મોટી રકમ પીડિતના ખાતામાંથી ઉપાડી લેતા હતા.

આ પણ વાંચોઃ 1 વર્ષમાં 10 હજારથી વધુ પોલીસ જવાનોની ભરતી થશે : ગૃહ પ્રધાન પ્રદિપસિંહ

જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેઓ ફ્લેટ ભાડે લઈને રહેતા હતા અને કૌભાંડીઓએ પીડિતના બેન્ક અકાઉન્ટમાંથી ચોરેલા પૈસાની વ્યવસ્થા કરવા માટે બેન્કના ખાતા અને ઈ-વૉલેટ શોધી આપતા હતા.

ahmedabad gujarat