અમદાવાદને મળી ઈલેક્ટ્રિક બસોની ભેટ, અમિત શાહે કર્યું લોકાર્પણ

29 August, 2019 11:39 AM IST  |  અમદાવાદ

અમદાવાદને મળી ઈલેક્ટ્રિક બસોની ભેટ, અમિત શાહે કર્યું લોકાર્પણ

અમદાવાદને મળી ઈલેક્ટ્રિક બસોની ભેટ, અમિત શાહે કર્યું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહે આજે અમદાવાદમાં ઈલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કર્યું. શહેરમાં આજથી 18 ઈલેક્ટ્રિક બસો દોડાવવામાં આવશે. સાથે જ શાહે રાણીપમાં બનેલા ઓટોમેટિક બેટરી સ્વેપ સ્ટેશનનું પણ લોકાર્પણ કર્યું. હાલ 18 બસો આવી છે અને આગામી બે મહિનામાં શહેરને વધુ 32 નવી બસો મળશે.


શું છે બસની ખાસિત?
કેન્દ્ર સરકારની ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની યોજના હેઠળ આ બસો લાવવામાં આવી છે. જેના કારણે વાયુ અને ધ્વનિ પ્રદૂષણ અટકશે. સાથે તેમાં મુસાફરોની સુરક્ષા માટે ઓટોમેટિક ફાયર ડિટેક્શન એન્ડ સપ્રેશન સિસ્ટમ પણ લાગેલી હશે. જેથી બેટરીમાં આગ લાગવાના કારણે થતી દુર્ઘટનાને અટકાવી શકાશે.

ઈલેક્ટ્રિક વાહનોનો વ્યાપ વધારવા માટે 10 હજાર કરોડની આ યોજના લૉન્ચ કરવામાં આવી છે. મહારાષ્ટ્રના 6 શહેરો માટે 725 બસો ફાળવવામાં આવી છે. જ્યારે ઉત્તર પ્રદેશને 600, તમિલનાડુને 525 બસો મળી છે. જ્યારે અમદાવાદ, દિલ્હી, બેંગાલુરૂ અને હૈદરાબાદને 300 ઈલેક્ટ્રિક બસો સબસિડી પર મળી છે.

આ પણ જુઓઃ એ સંભાળજો...'ચીલઝડપ' કરવા આવી રહ્યો છે 'અતરંગી' રસિક, કાંઈક આવા છે તેના અંદાજ

સૂત્રોએ જણાવ્યા પ્રમાણે આ ઈ સબસિડી વાહનની બેટરી પર મળે છે. અને તે બસની કિંમતના 40 ટકા જેટલી હશે. સરકારના અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે શહેરોએ નિશ્ચિત સમયમાં આ બસ ખરીદવાની રહેશે.

amit shah Vijay Rupani Nitin Patel ahmedabad