અમદાવાદને બેસ્ટ સ્માર્ટ સિટી અને કૉમન કાર્ડ પેમેન્ટ સિસ્ટમનો અવૉર્ડ

17 November, 2019 08:05 AM IST  |  Ahmedabad

અમદાવાદને બેસ્ટ સ્માર્ટ સિટી અને કૉમન કાર્ડ પેમેન્ટ સિસ્ટમનો અવૉર્ડ

અવૉર્ડ સ્વીકારી રહેલાં અમદાવાદનાં મેયર બિજલ પટેલ

શુક્રવારે નવી દિલ્હીમાં ઇકૉનૉમિક ટાઇમ્સ ગ્લોબલ સ્માર્ટ સિટીઝ ઇન્ડિયા અવૉર્ડ – ૨૦૧૯ના સમારોહમાં ભારત દેશનાં ૧૦૦ સ્માર્ટ સિટીઝ પૈકી અમદાવાદ શહેરને બેસ્ટ સ્માર્ટ સિટી તથા કૉમન કાર્ડ પેમેન્ટ સિસ્ટમનો અવૉર્ડ મળ્યો છે. અમદાવાદનાં મેયર બિજલ પટેલે આ અવૉર્ડ સ્વીકાર્યો હતો.
વિવિધ પ્રોજેક્ટ્સના ઝડપી અને સુચારુ અમલીકરણને કારણે સ્માર્ટ સિટી મિશન દ્વારા જે-તે સ્માર્ટ સિટીના રૅન્કિંગ મેથોડોલૉજી દ્વારા રૅન્ક આપવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે સ્માર્ટ સિટી મિશન હેઠળ ભારત સરકાર દ્વારા ૧૦૦ શહેરોની જાહેર કરેલી યાદીમાં ગુજરાતનાં ૬ શહેરોમાં અમદાવાદ શહેરનો સમાવેશ છે.

ahmedabad gujarat