અમદાવાદઃ ઈ-મેમોને ટાળવાનો પ્રયાસ કરશો તો થઈ શકે છે 10 વર્ષની જેલ

21 May, 2019 12:18 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃ ઈ-મેમોને ટાળવાનો પ્રયાસ કરશો તો થઈ શકે છે 10 વર્ષની જેલ

ઈ-મેમો ટાળશો તો થઈ શકે છે જેલ

જો તમે ઈ-મેમોને ટાળો છો તો આ સમાચાર તમારા માટે છે. તમને આ ભૂલ ભારે પડી શકે છે. ઈ-મેમોમાં ફેરફાર કરવાનો કોઈ પણ પ્રયાસ અને તમે સીધા જ જઈ શકો છો જેલ. 100 થી 300 રૂપિયા સુધીના ઈ-મેમો સાથે કરેલી છેડછાડ તમને 10 વર્ષ સુધી જેલમાં મોકલી શકે છે.

નંબર પ્લેટમાં ફેરબદલની સામે સખત પગલા લેતા અમદાવાદ પોલીસે ગાંધીનગરના એક બિલ્ડર સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે એમ પણ કહ્યું છે કે આવા પ્રકારની આ છેલ્લી FIR નહીં હોય. નંબર પ્લેટ સાથે છેડછાડ કરનાર કોઈને બક્ષવામાં નહીં આવી.


બિલ્ડરે તેમની નંબર પ્લેટ 5952 થી 5962 કરી નાખી હતી. જેના કારણે બીજા કોઈને ઈ-મેમો જતા હતા. જેમણે સુહાગ પટેલે ટ્રાફિક પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ આ ઘટના સામે આવી હતી.

આ પણ વાંચોઃ આ છે અમદાવાદ પોલીસની પાઠશાળા, મસ્તીની સાથે આપે છે જ્ઞાન

ટ્રાફિક પોલીસના કહેવા પ્રમાણે, "એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં લોકો ઈ-મેમોને ટાળવા માટે અનેક ટ્રિક અજમાવે છે. તેઓ તેને ધૂળથી ઢાંકી દે છે અથવા તો વાળી નાખે છે. આવું કરવું તેમને ભારે પડી શકે છે. છેતરપિંડીના કેસમાં 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે."

ahmedabad gujarat