અમદાવાદઃ નશામાં પતિએ કરડી ખાધી પત્નીની આંગળી, પુત્રીએ બોલાવી પોલીસ

21 May, 2019 02:01 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃ નશામાં પતિએ કરડી ખાધી પત્નીની આંગળી, પુત્રીએ બોલાવી પોલીસ

પ્રતિકાત્મક તસવીર

શહેરના આનંદનગર વિસ્તારમાં આ ઘટના બની. જેમાં શરાબ પીને આવેલા પતિએ પત્નીની આંગળી પર બટકું ભરી લીધું. અને પુત્રીએ પોલીસને બોલાવી. પોલીસે તેના પર પ્રોહેબિશનના ચાર્જ લગાવ્યા છે.

આનંદનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે, રવિવારે રાત્રે આરોપીની પુત્રીનો પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો. તેના પિતા, અજય તિવારી કે જેઓ એક ખાનગી બેંક માટે કામ કરે છે, તેઓ શરાબના નશામાં હતા અને તેમની માતા સાથે ઝઘડો કરી રહ્યા હતા.

આ પણ વાંચોઃ અમદાવાદઃ ઈ-મેમોને ટાળવાનો પ્રયાસ કરશો તો થઈ શકે છે 10 વર્ષની જેલ

જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે તેમણે જોયું કે અજયે તેની પત્નીની આંગળી કરડી ખાધી હતી જેનાથી તેને ઈજા થઈ હતી. તેમના પત્નીએ પોલીસને કહ્યું કે તેઓ શરાબના નશામાં હતા. જે બાદ પોલીસે અજય પાસે લિકર પરમિટ ન હોવાથી પ્રોહેબિશનનો ગુનો દાખલ કર્યો છે. જો કે પત્નીને ઈજા પહોંચાડવા માટે કોઈ ગુનો નથી દાખલ કરલામાં આવ્યો. પોલીસનું કહેવું છે કે કોઈ ગંભીર ઈજા નહોતી માટે ગુનો નથી દાખલ કરાયો.

ahmedabad gujarat