અમદાવાદઃ પુલવામામાં તહેનાત જવાનની દીકરીએ મેળવ્યું ઝળહળતું પરિણામ

22 May, 2019 12:05 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃ પુલવામામાં તહેનાત જવાનની દીકરીએ મેળવ્યું ઝળહળતું પરિણામ

યશ્વિનું યશસ્વી પરિણામ

દસમા ધોરણની બોર્ડની પરીક્ષાના 3 અઠવાડિયા પહેલા જ વસ્ત્રાલમાં રહેતી યશ્વિ સોનારા, કે જે CRPF જવાનની પુત્રી છે, તે ભણી રહી હતી. એ સમયે સમાચાર આવ્યા હતા કે પુલવામામાં CRPFના કાફલા પર હુમલો થયો છે. એ સમયે તો તેને એ પણ નહોતી ખબર કે તેના પિતા સલામત છે કે નહીં.

યશ્વિ કહે છે કે, "હું ડગમગી ગઈ હતી અને એ દિવસે અભ્યાસ પર ધ્યાન નહોતી આપી શકતી, ત્યાં સુધી જ્યાં સુધી મારી મારા પિતા સાથે વાત ન થઈ ગઈ. વાત થઈ ત્યારે ખબર પડી કે મારા પિતા કેમ્પમાં જ હતા અને સલામત હતા."


યશ્વિએ તેની સ્કૂલમાં ટોપ કર્યું છે. યશ્વિ કહે છે કે, "છેલ્લા કેટલાક દિવસો તેના માટે સરળ નહોતા. હું નર્વસ હતી કારણ કે સીમા પર સતત તણાવ વધી રહ્યો હતો. જેથી મારા માટે અભ્યાર પર ધ્યાન રાખવું અઘરૂં હતું. પરંતુ મારા માતાએ મને ખૂબ જ સહયોગ આવ્યો. મારી પરીક્ષાઓ શરૂ થઈ ત્યારે મારા પિતા મારી સાથે હતા."

આ પણ વાંચોઃ અનેક તકલીફો વચ્ચે પણ અમદાવાદની આ છોકરી લાવી ઝળહળતું પરિણામ

યશ્વિના પરિણામથી તેના પિતા ખૂબ જ ખુશ છે. 98.46 પર્સન્ટાઈલ મેળવનાર યશ્વિ કહે છે કે તેઓ પરિણામ જાણીને રોમાંચિત થઈ ગયા. યશ્વિ ભવિષ્યમાં સિવિલ એન્જિનિયર બનવા માંગે છે.

ahmedabad gujarat