અમદાવાદઃ નેતાજીએ ભાજપના વૉટ્સએપ ગ્રુપમાં મોકલ્યા અશ્લીલ વીડિયો!

16 October, 2019 12:41 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃ નેતાજીએ ભાજપના વૉટ્સએપ ગ્રુપમાં મોકલ્યા અશ્લીલ વીડિયો!

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ શહેર ભાજપના ગ્રુપમાં એક નેતાએ અશ્લીલ વીડિયોઝ પોસ્ટ કરતા હોદ્દેદારો લાલઘૂમ થયા છે. ભાજપના નરોડા યુનિટના સેક્રેટરી ગૌતમ પટેલે વૉટ્સએપ નરોડા 12(મોદી ફિર સે) ગ્રુપમાં 70 જેટલા પોર્નોગ્રાફિક વીડિયો પોસ્ટ કર્યા હતા. આ ગ્રુપમાં મહિલા કાઉન્સિલર અને કાર્યકર્તાઓ પણ હોવાથી હોદ્દેદારો ક્ષોભમાં મુકાયા હતા.

ઘટના બાદ ભાજપના અનેક નેતાઓએ ગ્રુપ લેફ્ટ કરી દીધું હતું. કાર્યકર્તાઓએ આ મામલો શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ સાથે આઈ કે જાડેજાને ફરિયાદ કરી છે, જેઓ અમદાવાદ જિલ્લાના પક્ષના માળખાની જવાબદારી સંભાળે છે.

આ પણ જુઓઃ ઉફ્ફ તેરી યે અદા..ટ્રેડિશનલ વેરમાં મન મોહી લેશે ઈશા કંસારા....

પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગ્રુપના 20 મહિલા સભ્યોએ આ પોસ્ટ કરવામાં આવ્યા બાદ ગ્રુપ લેફ્ટ કરી દીધું છે. શહેર ભાજપ પ્રમુખે ગૌતમ પટેલને શો-કૉઝ નોટિસ ફટકારી છે, જેના જવાબના આધારે તેમની પર પગલાં લેવામાં આવશે. પંચાલે કહ્યું કે ગૌતમ પટેલે દાવો કર્યો છે કે જે નંબર પરથી વીડિયોઝ પોસ્ટ કરવામાં આવ્યા તે નંબર તેઓ નિયમિત રીતે નથી વાપરતા. સાથે તેમણે એવો પણ દાવો કર્યો છે કે તેમનો ફોન ચોરાઈ ગયો છે અને તેમની છબિને ખરાબ કરવા માટે કોઈએ આ વીડિયો પોસ્ટ કર્યા છે.

gujarat Gujarat BJP ahmedabad