‍બૅન્ગલોર જતી ફ્લાઇટના એન્જિનમાં આગ લાગતાં અફરાતફરી, મુસાફરો સુરક્ષિત

19 February, 2020 11:04 AM IST  |  Ahmedabad

‍બૅન્ગલોર જતી ફ્લાઇટના એન્જિનમાં આગ લાગતાં અફરાતફરી, મુસાફરો સુરક્ષિત

ગો ઍર ફ્લાઇટ

અમદાવાદથી બૅન્ગલોર જતી ગો ઍર ફ્લાઇટમાં આગ લાગવાની ઘટના બની હતી. ફ્લાઇટ ટેક ઑફ કરે એ પહેલાં જ જમણી બાજુના એન્જિનમાં આગ લાગવાની ઘટના બનતાં તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. જો ફ્લાઇટ ટેકઑફ થઈ ગઈ હોત અને હવામાં આગ લાગી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. પરંતુ સદ્નસીબે ઘટના બનતાં અટકી ગઈ હતી.

ગો ઍરના પ્રવક્તાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે ગો ઍર ફ્લાઇટ જી૮ ૮૦૨ના જમણા એન્જિનમાં ટેક ઑફ દરમિયાન સામાન્ય આગ લાગી હતી જેને કાબૂમાં લઈ લેવામાં આવી છે. ફ્લાઇટ પર સવાર તમામ મુસાફરો અને ક્રૂ સલામત છે અને કોઈ પણ ઇમર્જન્સી સ્થળાંતર જરૂર પડી નહોતી. વિમાનને રનવેથી બાંધી દેવામાં આવ્યું છે. અમારા મુસાફરો અને ક્રૂની સલામતી અમારા માટે મહત્ત્વની છે અને ઍરલાઇન તમામ મુસાફરોને પડેલી મુશ્કેલી અને અસુવિધા બદલ દિલથી અફસોસ કરે છે.

bengaluru gujarat ahmedabad