અમદાવાદઃ સાઉથ બોપલમાં ઔડા બનાવશે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ

09 June, 2019 10:54 AM IST  |  અમદાવાદ

અમદાવાદઃ સાઉથ બોપલમાં ઔડા બનાવશે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ

તસવીર સૌજન્યઃ વિજય નહેરા ટ્વિટ્ટર

રાઉન્ડ-ધ-ક્લોક પાણી પુરવઠો, ગાર્ડન અને બાસ્કેટ બૉલ કોર્ટ બાદ હવે સાઉથ બોપલને પોતાનો સ્પોર્ટ્સ કોમ્પલેક્સ મળશે સાથે ફાયર સ્ટેશન પણ. આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ સ્પોર્ટસ ઑથોરિટી ઓફ ગુજરાત મેનેજ કરશે.

અમદાવાદ અર્બન ડેવેલપમેન્ટ ઑથોરિટીના ચેરમેન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર વિજય નહેરાના કહેવા પ્રમાણે શુક્રવારે મળેલા ઔડાના બોર્ડમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ 12, 921 સ્કવેર મીટરમાં બનશે.

સ્પોર્ટ્સ કોમ્પલેક્સની સાથે ઔડાએ બોપલમાં ફાયર સ્ટેશન બનાવવાનો પણ નિર્ણય લીધો છે. તેમાં તમામ અત્યાધુનિક સુવિધાઓ હશે. નહેરાએ કહ્યું કે નગરપાલિકાને ફાયર સ્ટેશનને મેનેજ કરવાની જવાબદારી સોંપવામાં આવશે. જો નગરપાલિકા તેને મેનેજ નહીં કરી શકે તો ઔડા જવાબદારી લેશે. આ ફાયર સ્ટેશન બોપલ, ઘુમા અને શીલજ વિસ્તાર માટે કામ કરશે. જેમાં ફરી શકે તેવી સીડી પણ હશે.

વિજય નહેરાએ વધુમાં એમ પણ કહ્યું કે બોપલ, ઘુમા, સિંગરવા, કઠવાડા અને મહેમદાવાદમાં ઔડાએ વધુ ગાર્ડન બનાવવાનો નિર્ણય કર્યો છે. અને તેને અમુલને મેઈનટેઈનન્સ માટે આપવામાં આવશે.

આ પણ વાંચોઃ JET ની ઇ-રિક્ષા બની ઇનકમ રિક્ષા, 8 કલાકમાં પ્રજા પાસેથી 25 લાખ વસુલ્યા

AMC શહેરમાં 10 લાખ વૃક્ષો વાવવાનો નિર્ણય કર્યો છે. જેના માટે પણ કોર્પોરેશન તમામ પ્રયાસો કરી રહ્યું છે.

ahmedabad gujarat