બોગસ ડિગ્રીથી વિદેશ મોકલવામાં આણંદ-નડિયાદ પ્રથમ નંબરે

26 September, 2019 08:42 AM IST  |  અમદાવાદ

બોગસ ડિગ્રીથી વિદેશ મોકલવામાં આણંદ-નડિયાદ પ્રથમ નંબરે

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં બોગસ ડૉક્યુમેન્ટ અને ડિગ્રી મારફત વિદેશ મોકલવાની ઘટનાઓ વધી રહી છે. થોડા સમય પહેલાં જ બોગસ ડિગ્રી દ્વારા યુકે જતા બે યુવકોની અમદાવાદ ઍરપોર્ટથી ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકારના કેસ ચરોતર પંથકમાંથી વધારે બહાર આવી રહ્યા છે. હાલમાં આણંદ, નડિયાદ, વિદ્યાનગર તપાસ ચાલી રહી છે. બીજી તરફ ધરપકડના ડરથી કેટલાક એજન્ટો ઑફિસ બંધ કરીને ગાયબ થઈ ગયા છે. ઑનલાઇન પણ એવી કેટલીક ફેક વેબસાઇટો ચાલે છે જે બોગસ રીતે વિદ્યાર્થીઓને વિદેશમાં મોકલવાનાં કામ કરતી રહે છે.

ઉચ્ચ અભ્યાસ માટે અને વિદેશમાં સેટલ થવા માટે યુવાનો કોઈ પણ રીતે ફૉરેન જવા તૈયાર થઈ જાય છે. આ વાતનો ફાયદો ઉઠાવીને કેટલાક એજન્ટો બોગસ ઑફિસ ખોલીને વિદ્યાર્થીઓ વિદેશ મોકલવાની લાલચ આપી મોટી રકમ ખંખેરે છે. અગાઉ પણ ચરોતર પંથકમાં બોગસ ડિગ્રી દ્વારા યુવકોને વિદેશ મોકવાની ઘટનાઓ સામે આવી હતી. એજન્ટો જે યુવકોની વિદેશ જવાની ઇચ્છા હોય તેમને શોધીને તેમના ફેક ડૉક્યુમેન્ટ બનાવે છે. ત્યાર બાદ વીઝા સહિતનો ખર્ચનું પૅકેજ તૈયાર થાય છે. એજન્ટો ૫૦-૬૦ હજારથી લઈ લાખો રૂપિયા સુધીના ફેક ડૉક્યુમેન્ટ બનાવે છે. જ્યારે વિદ્યાર્થીઓ પણ વિદેશ જવાની લાલચમાં જોયા-જાણ્યા વગર પૈસા ખર્ચી નાખે છે.

આ પણ વાંચો : વાપી: વેપારીએ પાંચ માળની હોટેલથી કૂદી આપઘાત કરતાં અરેરાટી વ્યાપી

અમદાવાદ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટે યુકે જતા નડિયાદના બે યુવકોને બોગસ ડિગ્રીના આધારે ઝડપી પાડ્યા હતા. યુવકોએ વિદેશ જવા માટે એજન્ટ પાસેથી છત્તીસગઢની ડૉ. સી. વી. રામન યુનિવર્સિટીની બોગસ ડિગ્રી મેળવી હતી. પોલીસે બન્નેને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ઘરી છે. વર્ષ ૨૦૧૮થી ૨૦૧૯ના હાલના સમયમાં ૧૩ જેટલા કેસ કરવામાં આવ્યા છે.

gujarat anand nadiad Crime News