અસલામત અમદાવાદઃ સોલામાં નર્સની 4 લોકોએ કરી છેડતી

25 June, 2019 11:06 AM IST  |  અમદાવાદ

અસલામત અમદાવાદઃ સોલામાં નર્સની 4 લોકોએ કરી છેડતી

પ્રતિકાત્મક તસવીર

21 વર્ષની આસપાસની નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીની સોલા વિસ્તારમાં છેડતી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. રવિવારે મોડી રાત્રે આ ઘટના બની. છેડતી કરનાર લોકો ગુજરાતી ગીત ગાઈને યુવતીને ચીડવી રહ્યા હતા. જેનો જ્યારે યુવતીએ વિરોધ કર્યો ત્યારે ચાર લોકોએ મળીને તેની છેડતી કરી.

પીડિતા એસજી હાઈવે પર આવેલી એક ખાનગી હૉસ્પિટલમાં નર્સ તરીકે ઈન્ટર્નશિપ કરે છે. જે તેના મિત્રો સાથે રવિવારે રાત્રે સોલામાં આવેલા હનુમાન મંદિરે ગઈ હતી. જ્યારે તેઓ પાછા ફરી રહ્યા હતા ત્યારે આ ચાર પુરૂષો તેમના વાહનને યુવતીના વાહન સાથે ચલાવવા લાગ્યા, સાથે ગુજરાતી ગીત ગાઈને તેનો ફોન નંબર માંગવા લાગ્યા.

યુવતી અને તેની મિત્રએ આ લોકોને ગીત ન ગાવા કહ્યું. જેનાથી તેઓ ઉશ્કેરાઈ ગયા. અને બંનેની છેડતી કરવાનું શરૂ કરી દીધું. જ્યારે તેના મિત્રએ આ પુરૂષોનો સામનો કરવાની કોશિષ કરી ત્યારે તેમને પણ પરેશાન કર્યા.

આ પણ વાંચોઃ એસ. જયશંકર,જુગલજી ઠાકોર ગુજરાતથી રાજ્યસભાના ઉમેદવાર, આજે ભરશે ફોર્મ

આ લોકોએ યુવતીને જાહેરમાં તમાચો માર્યો અને છેડતી કરી. જ્યારે યુવતીનો એક મિત્ર તેને બચાવવા આવ્યો તો તેના પર પથ્થરથી હુમલો કરી તેને ઈજા પહોંચાડી. આ સ્થિતિને જોતા ત્યાંથી પસાર થતા લોકોએ પોલીસ બોલાવી. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી અને પીડિતાનું નિવેદન લીધું. પોલીસે છેડતીની ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ પણ એકઠા કરવામાં આવી રહ્યા છે.

ahmedabad gujarat