ગીરમાંથી પસાર થતા રેલવે-ટ્રૅક પર લાગશે હવે સાઉન્ડ સેન્સર

15 May, 2019 08:16 AM IST  |  ગીર | રશ્મિન શાહ

ગીરમાંથી પસાર થતા રેલવે-ટ્રૅક પર લાગશે હવે સાઉન્ડ સેન્સર

ગીર

છેલ્લા એક વર્ષમાં ૧૪થી વધારે સિંહો રેલવે-ટ્રૅક પર ટ્રેનની હડફેટમાં આવીને માર્યા ગયા હોવાથી ગીર મૉનિટરિંગ કમિટીએ રેલવે-ટ્રૅક પર ફાઇબર બ્રેક્સ લગાવવાનો નિર્ણય લીધો છે. ગીરમાંથી પસાર થતા ૪૭ કિલોમીટરના રેલવે-ટ્રૅક પર ફાઇબર બ્રેક્સ લાગવાને કારણે સિંહ કે અન્ય કોઈ જંગલી પ્રાણી ટ્રૅક પર આવશે ત્યારે સાઇરન વાગશે, જે દોઢ કિલોમીટર દૂર રહેલી ટ્રેનમાં સંભળાશે અને એને લીધે ટ્રેનની ગતિ ધીમી કરવાથી માંડીને ટ્રેનને રોકવા સુધીનું કામ સરળ બનશે.

આ  પણ વાંચો: આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે, અમદાવાદમાં યલો અલર્ટ

આ નવતર પ્રયોગને કારણે સિંહના મોતનો આંકડો લગભગ નહીંવત્ થઈ જાય એવું ગીર મૉનિટરિંગ કમિટીનું માનવું છે. જૂનાગઢ રેન્જના આઇજી સુભાષ ત્રિવેદીએ કહ્યું હતું કે ‘ફૉરેસ્ટ અને રેલવે ડિપાર્ટમેન્ટે આ જૉઇન્ટ નિર્ણય લીધો છે. ફાઇબર બ્રેક્સ ટેક્નૉલૉજી આપણે ત્યાં નવી છે, પણ એનો અમલ જરૂરી છે એટલે આ નિર્ણય લીધો છે.’

gujarat Rashmin Shah