11 August, 2025 06:55 AM IST | Modasa | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
Gujarat: મોડાસામાંથી બહુ જ દર્દનાક સમાચાર મળી રહ્યાં છે. માઝૂમ બ્રિજ પરથી એક કાર નદીમાં ખાબકી પડી હતી. ચાલીસ ફૂટ ઊંડી ખીણમાં આ કાર પડી જવાને કારણે કુલ ચાર લોકોના મોત થયા છે. બાયપાસ રોડ પાસે આ બ્રિજ આવેલો છે. જેના પરથી કાર પુરપાટ દોડી રહી હતી. ત્યારે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર આ કરુણ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક રહેવાસીઓ ઘટનાસ્થળ (Gujarat) પર દોડી આવ્યા હતા. થોડી જ વારમાં પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કારમાં યુવક એક ખાનગી વર્ગનો શિક્ષક હતો. અરાવલીના એએસપી સંજય કુમાર કેશવાલાએ કહ્યું કે કાર શામળાજી તરફ જઈ રહી હતી. ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવી દેતા આ કાર ઊંડી ખીણમાં પડી ગઈ હતી. ત્રણ લોકોનાએ તો ઘટનાસ્થળે જ દમ તોડી નાખ્યો હતો જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેણે દમ તોડ્યો છે. કારમાં બેઠેલા લોકોને તેમના મોબાઇલ ફોન પર સતત ફોન આવતા હતા. આમાંના મોટા ભાગના કોલ્સ `એલ.એન કલાસીસ" નામની સંસ્થામાંથી આવી રહ્યા હતા. આ બાબત પરથી અનુમાન લગાડવામાં આવ્યું કે મૃતક તે સંસ્થા સાથે સંબંધિત હોઈ શકે છે. (Gujarat) હાલમાં આ કેસની વધુ તપાસ ચાલી રહી છે. જોરદાર ટક્કર થવાને કારણે વાહન ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું, જેના કારણે તેને ખીણમાંથી ભાર લાવવામાં પણ ઘણી જ મુશ્કેલી સર્જાઈ હતી. પ્રારંભિક માહિતી સૂચવે છે કે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવ્યું હોવાથી જ કાર ખીણમાં પડી ગઈ હતી અને આ કરુણ અકસ્માત બન્યો હતો.
Gujarat: અરવલ્લી ASP સંજયકુમાર કેશવાલા આ સમગ્ર ઘટના નાગે જણાવે છે કે કાર શામળાજી તરફ જઈ રહી હતી. બ્રિજ પર કાર ચાલક દ્વારા કાર પરથી કાબુ ગુમાવી દીધો હતો જેથી કાર બ્રિજ પરથી નીચે ખાબકી હતી. ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે મૃતકો સ્કૂલના શિક્ષકો હોય અથવા કોઈ સ્કૂલ સાથે સંકળાયેલા હોવા જોઈએ.
આ અકસ્માત (Gujarat)માં મૃયું પામેલા લોકોની વાત કરીએ તો કપિલ ઉપાધ્યાય, વિશાલ રાજ, આબીદ મરડીયા, દિપક મેવાડા વગેરેના નામ સામે આવી રહ્યાં છે. આ ચારેય જણ મોડાસાની અંદર આવેલા મોશન ટ્યુશન ક્લાસીસ તેમજ ખાનગી સ્કૂલમાં કોન્ટ્રેક્ટ આધારિત શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા. અત્યારે તેઓ મોડાસા શહેરમાં રહેતા હતા. આ સમગ્ર મામલે મોડાસા ફાયરની ટીમ તેમજ સ્થાનિક પોલીસ તેમજ એએસપી સહીત ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અત્યારે ભય અને શોકની લાગણી જોવા મળી રહી છે.