અમદાવાદઃ RTOનું સોફ્ટવેર ફરી થયું હેક

20 May, 2019 03:27 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃ RTOનું સોફ્ટવેર ફરી થયું હેક

અમદાવાદઃ RTOનું સોફ્ટવેર ફરી થયું હેક

અમદાવાદ RTOના સોફ્ટવેર સાથે ફરી છેડછાડ થઈ છે. વધુ એકવાર RTOનું સોફ્ટવેર હેક થયું છે. બે મહિના પહેલા જ ક્રાઈમ બ્રાંચે બે વ્યક્તિઓને ડ્રાઈવિંગ લાઈસન્સની વિગતો સાથે છેડછાડ કરવા બદલ ઝડપી પાડ્યા હતા. ત્યારે વધુ એક વાર આ સોફ્ટવેર હેક થયું છે.

વસ્ત્રાલ RTOની ઘટના
વસ્ત્રાલ RTOના મોટર ઈન્સ્પેક્ટર, પ્રિતેશકુમાર સોલંકી શનિવારે સારથી સોફ્ટવેર હેક થયું હોવાની ફરિયાદ નોંધાવી છે. જે પ્રમાણે 24 અને 25 ડીસેમ્બર, 2018 વચ્ચે 120 ડ્રાઈવિંગ લાઈસન્સ ખોટી રીતે ઉમેરવામાં આવ્યા છે. 25 ડિસેમ્બરે તો RTOમાં રજા હતા.

આ પણ વાંચોઃ રાજકોટ: બોલો, હવે પકડાયો નકલી RTO ઑફિસર

સાયબર સેલ કરી રહ્યું છે તપાસ
આ ઘટનાની સાયબર સેલ તપાસ કરી રહ્યું છે. સારથિ સોફ્ટવેરમાં 2010 પછીના તમામ લાઈસન્સની વિગતો સ્ટોર કરવામાં આવે છે. જો 2010 પહેલાના લાઈસન્સ રીન્યૂ કરાવવાનો હોય તો તેની પહેલા પાસવર્ડ અને યુઝર આઈડીથી લોગીન કરવાનું રહે છે. રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવે તે બાદ જ એ ડીટેઈલ દાખલ કરી શકાય છે. વસ્ત્રાલ RTOના કેસમાં આ યુઝરનેમ અને પાસવર્ડ તેમના કર્મચારી પાસે હતા. પરંતુ તેમણે આ ડેટા એન્ટ્રી કરી હોવાનો ઈન્કાર કર્યો છે. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

ahmedabad gujarat