21 મેએ આવશે ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ, સવારે 8 વાગ્યાથી જોઈ શકાશે

15 May, 2019 04:07 PM IST  |  ગાંધીનગર

21 મેએ આવશે ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ, સવારે 8 વાગ્યાથી જોઈ શકાશે

21 મેએ આવશે ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ

રાજ્યના 11 લાખ 59 હજાર વિદ્યાર્થીઓ જે પરિણામની રાહ જોઈ રહ્યા છે તેની તારીખો જાહેર થઈ ગઈ છે. 21 મેના રોજ દસમા ધોરણનું પરિણામ આવશે. જેને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જોઈ શકાશે.

21 તારીખે જ કરાશે માર્કશીટનું વિતરણ
શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર સવારે 8 વાગ્યાથી પરિણામ જોઈ શકાશે. શિક્ષણમંત્રી આધિકારીક રીતે પરિણામની જાહેરાત કરશે. વિદ્યાર્થીઓને પરિણામના દિવસે જ સવારના 11 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધી માર્કશીટ મળી જશે.

આ પણ વાંચોઃ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 71.90 ટકા આવ્યું પરિણામ, છેલ્લા 7 વર્ષનું સૌથી નીચું પરિણામ

11 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
રાજ્યના 11 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. જેમાં સૌથી વધુ પરીક્ષાર્થી સુરતમાં હતા જ્યારે સૌથી ઓછા પરિક્ષાર્થી દિવમાં હતા. 7 લાખ 5 હજાર 464 વિદ્યાર્થીઓ અને 4 લાખ 54 હજાર 297 વિદ્યાર્થિનીઓએ પરીક્ષા આપી હતી.

gandhinagar gujarat