07 May, 2025 07:03 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી અને માર્ચ ૨૦૨૫ દરમ્યાન લેવાયેલી ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ગઈ કાલે અભરે ભરાય એટલું પરિણામ જાહેર થયું હતું, જેમાં છેલ્લાં ૧૦ વર્ષમાં સૌથી વધુ ૯૩.૦૭ ટકા અને ધોરણ ૧૨ સાયન્સ પ્રવાહનું છેલ્લાં ૯ વર્ષમાં સૌથી વધુ ૮૩.૫૧ ટકા રિઝલ્ટ જાહેર થતાં સ્ટુડન્ટ્સ ખુશખુશાલ થયા છે. ઊંચા રિઝલ્ટને કારણે સ્ટુડન્ટ્સની સાથે-સાથે તેમના પેરન્ટ્સ અને શાળાઓના શિક્ષકો અને સંચાલકો ખુશ થયા છે. એટલું જ નહીં, મૅક્સિમમ રિઝલ્ટને કારણે કૉલેજવાળા પણ ખુશ ગયા છે, કેમ કે મોટા ભાગની બેઠકો ભરાઈ જશે એવી આશા છે.