ગાંધીજીની 150મી જન્મજયંતીને લઈ આર્ટિસ્ટે બિલ્ડિંગમાં પેઇન્ટિંગ બનાવી

17 January, 2020 11:41 AM IST  |  Gondal

ગાંધીજીની 150મી જન્મજયંતીને લઈ આર્ટિસ્ટે બિલ્ડિંગમાં પેઇન્ટિંગ બનાવી

વૉલ પેઇન્ટિંગ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીને લઈને ગોંડલના કલાકાર મુનીર બુખારીએ નોએડામાં ૧૫ માળના બિલ્ડિંગમાં બાપુનું વૉલ પેઇન્ટિંગ બનાવ્યું છે. આ પેઇન્ટિંગ બનાવી મુનીર બુખારીએ ગોંડલ સહિત ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

મુંબઈ ખાતે ભારતનું સૌથી મોટું વૉલ પેઇન્ટિંગ બનાવવા માટે મુનીર બુખારીએ ૧૨૩ બાય ૧૫૨ ફીટ ૧૯૦૦ સ્ક્વેર ફીટનું વૉલ પેઇન્ટિંગ દાદાસાહેબ ફાળકેની શ્રદ્ધાંજલિરૂપે તૈયાર કર્યું અને લોકાર્પણ અમિતાભ બચ્ચનના હસ્તે થયું હતું. તાજેતરમાં ઑસ્ટ્રેલિયા ખાતે ઇન્ડિયન આર્ટ ફેસ્ટિવલ મેલબર્નમાં યોજાયો ત્યારે વિદેશના કલાકારો વચ્ચે ભારતમાંથી મુનીર બુખારીની કલા પ્રસ્તુત થઈ હતી.

gujarat mahatma gandhi