ગાંધીનગરઃ30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

08 April, 2019 06:49 PM IST  |  ગાંધીનગર

ગાંધીનગરઃ30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં દારૂબંધીના બણગા વચ્ચે દારૂ પકડાવાની ઘટનાઓ સામે આવતી જ રહે છે. ચૂંટણી પહેલા વધુ એક વખત મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઝડપાયો છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી પોલીસ દારૂનું વેચાણ અને હેરાફેરી અટકાવવા પ્રયાસો કરવાના દાવા કરી રહી છે. ત્યારે ચિલોડા-હિંમતનગર હાઈવે પરથી 30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે.

હિંમતનગર-ચિલોડા હાઈવ પરથી ટ્રકમાં ફેવિકોલની આડમાં સંતાડીને દારૂ લઈ જવાતો હતો. પોલીસે આ દારૂ ઝડપી પાડ્યો છે. ચૂંટણી લક્ષી ચેકિંગમાં પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ પોલીસે ફિલ્મી ઢબે દારૂ ભરેલી ટ્રકનો પીછો કરીને દારૂ ઝડપી પાડ્યો છે. ચૂંટણી લક્ષી ચેકિંગ દરમિયાન ટ્રક ઉભી નહીં રહેતા ચિલોડા પોલીસે ટ્રકનો પીછો કર્યો હતો. અને ટ્રક ચાલકને રસ્તામાં જ આંતરીને તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન 7,500 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કુલ 40.26 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

gujarat gandhinagar Election 2019