વિપક્ષ ખાતર, પાણી મુદ્દે વિધાનસભામાં રૂપાણી સરકારને ઘેરશે

15 May, 2019 11:43 AM IST  |  ગાંધીનગર | (જી.એન.એસ.)

વિપક્ષ ખાતર, પાણી મુદ્દે વિધાનસભામાં રૂપાણી સરકારને ઘેરશે

ગુજરાત વિધાનસભા

ગુજરાત રાજ્યનું પૂર્ણ કક્ષાનું લેખાનુદાન આગામી જુલાઈ મહિનામાં રજૂ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજ્યનું પૂર્ણ બજેટ રજૂ કરાશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર જુલાઈના પ્રથમ સપ્તાહમાં મળશે. મળી રહેલી માહિતી મુજબ જુલાઈમાં યોજાનારું બજેટસત્ર ૧૯થી ૨૩ દિવસનું રહેશે. બજેટસત્ર દરમ્યાન ૧૨ દિવસ અંદાજપત્રની માગણીઓ પર વિધાનસભામાં ચર્ચા કરવા ફાળવાયા છે તો ૩ દિવસ સરકારી વિધેયકો માટે ફાળવાશે. આ સત્રમાં રૂપાણી સરકારની પણ અãગ્ન પરીક્ષા થશે. આ દરમ્યાન મુખ્ય વિરોધપક્ષ કૉન્ગ્રેસ રૂપાણી સરકારને પાણી, ખાતર અને દલિતોના મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરશે.

લોકસભાની ચૂંટણીને કારણે વિધાનસભામાં ફેબ્રુઆરીમાં લેખાનુદાન લેવાયું હતું જેમાં જરૂરી ખર્ચા માટેનું બજેટ પાસ કરવામાં આવ્યું હતું. હવે પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. નાણાપ્રધાન નીતિન પટેલ આગામી જુલાઈમાં ૨૦૧૯-’૨૦ના પૂરા વર્ષ માટેનું બજેટ રજૂ કરશે. સુધારેલા બજેટને રજૂ કરવા માટે સચિવાલયના તમામ વિભાગોમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે.

આ પણ વાંચો : ગીરમાંથી પસાર થતા રેલવે-ટ્રૅક પર લાગશે હવે સાઉન્ડ સેન્સર

૩ દિવસ સરકારી વિધેયકો માટે ફાળવાશે. અગાઉ લેખાનુદાન સમયે બજેટનું કદ ૧.૯૧ લાખ કરોડ નક્કી કર્યું હતું જેમાંથી ચાર મહિનાના ખર્ચ પેટે ૬૩૯.૩૯ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે જુલાઈમાં રજૂ થનારા બજેટમાં સુધારેલા અંદાજ મુજબ બજેટનું કદ ૧.૯૧ લાખ કરોડથી વધીને ૨ લાખ કરોડ સુધી પહોંચી જવાની શક્યતાઓ છે.

gujarat vidhan bhavan Vijay Rupani gandhinagar