ગુજરાત: જૂન 18થી 8 જુલાઈ વચ્ચે નોર્મલથી વધુ વરસાદ ત્રાટકશે

14 May, 2020 09:02 AM IST  |  Gandhinagar | Agencies

ગુજરાત: જૂન 18થી 8 જુલાઈ વચ્ચે નોર્મલથી વધુ વરસાદ ત્રાટકશે

પ્રતીકાત્મક તસવીર

જાણીતા હવામાન નિષ્ણાત શ્રી કેની દ્વારા આ વર્ષના ચોમાસાની આગાહી કરવામાં આવી છે કે ૧થી ૧૫ જૂન વચ્ચે દેશભરમાં લગભગ સામાન્ય કે નોર્મલ વરસાદ રહેશે. રોજેરોજ દેશભરના હવામાન અને વરસાદ અંગે માહિતી આપતા રહેલા શ્રી કેની તેમના ટ્વિટર અકાઉન્ટમાં નોંધે છે કે જૂન ૧૮થી ૮ જુલાઈ વચ્ચે નોર્મલથી વધુ વરસાદ ત્રાટકશે. ૮ જુલાઈથી ૨૦ જુલાઈ ૨૦૨૦ વચ્ચે દેશમાં સામાન્ય-નોર્મલ વરસાદનું વાતાવરણ જોવા મળશે.

૨૦ જુલાઈથી ૩૦ ઑગસ્ટ વચ્ચે ફરી દેશના વિવિધ ભાગોમાં નોર્મલથી વધુ એટલે કે સારો એવો જોરદાર વરસાદ જોવા મળે તેવી સંભાવના તેમણે દર્શાવી છે. સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ અથવા તો નોર્મલથી વધુ વરસાદ અને ઑકટોબરમાં નોર્મલ વરસાદ જોવા મળે તેવી આગાહી શ્રી કેનીએ તેમના ટવિટર હેન્ડલ ઉપર કરી છે. આ વર્તારા મુજબ સૌરાષ્ટ્ર -કચ્છ-ગુજરાત-રાજસ્થાન સહિતનાં અને દક્ષિણ તથા ઉત્તર-પૂર્વનાં કેટલાંક રાજ્યોમાં નોર્મલથી વધુ વરસાદની આગાહી થઈ છે.

gujarat Gujarat Rains gandhinagar