ધો. 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ : 84.69 ટકા સાથે રાજકોટ જિલ્લો પ્રથમ

18 May, 2020 09:56 AM IST  |  Gandhinagar | Agencies

ધો. 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ : 84.69 ટકા સાથે રાજકોટ જિલ્લો પ્રથમ

પ્રતીકાત્મક તસવીર

રાજ્યમાં મહામારી કોરોના વાઇરસના સંકટ અને લૉકડાઉનના કારણે શાળા અને કૉલેજો હાલ બંધ છે અને ક્યારે ખૂલશે તે અંગે પણ કોઈ સ્પષ્ટ માહિતી નથી, પરંતુ આ દરમ્યાન ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. માહિતી મુજબ રાજ્યભરમાં ધોરણ-૧૨ સાયન્સનું ૭૧.૩૪ ટકા પરિણામ નોંધાયું છે. ગત વર્ષે ૭૧.૯૦ ટકા પરિણામ આવેલું હતું. રવિવાર સવારે ૮ વાગ્યે આ પરિણામ ઑનલાઇન જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ ૧૨ સાયન્સમાં ૧,૧૬,૬૪૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી ૮૩,૧૧૧ વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે ૩૩,૫૩૨ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. વિષયવાર પરિણામ જોવામાં આવે તો ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉર્દૂ અને અરેબિકનું પરિણામ ૧૦૦ ટકા આવ્યું છે. સૌથી ઓછું જ્યારે ફિઝિક્સનું ૭૨.૪૮ ટકા, કૅમેસ્ટ્રીનું ૭૨.૩૬ ટકા અને બાયોલૉજીનું ૮૫.૯૯ ટકા પરિણામ આવ્યું છે. અંગ્રેજીનું પરિણામ ૯૮ ટકા આવ્યું છે.

સૌથી વધુ ધ્રોળ કેન્દ્રનું ૯૧.૪૨ ટકા પરિણામ

માહિતી પ્રમાણે સૌથી વધુ ધ્રોળ કેન્દ્રનું ૯૧.૪૨ ટકા પરિણામ આવ્યું છે. જ્યારે રાજકોટ જિલ્લો ૮૪.૬૯ ટકા સાથે પ્રથમ રહ્યો છે. સૌથી ઓછા પરિણામની વાત કરીએ તો લીમખેડાનું ૨૩.૦૨ ટકા પરિણામ નોંધાયું છે. છોટા ઉદેપુર જિલ્લાનું પરિણામ ૩૨.૬૪ ટકા રહ્યું છે. રાજ્યમાં ૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૩૬ છે. જ્યારે ૬૮ શાળાઓમાં ૧૦ ટકાથી ઓછું પરિણામ આવ્યું છે. આપને જણાવી દઈએ કે છ-૧ ગ્રેડ વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર ૪૪ છે. જ્યારે છ-૨ ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૫૭૬ નોંધાઈ છે.

ગુજરાતી કરતાં અંગ્રેજી માધ્યમનું પરિણામ વધુ

મળતી માહિતી પ્રમાણે ગુજરાતી કરતાં અંગ્રેજી માધ્યમનું પરિણામ વધુ રહ્યું છે. અંગ્રેજી માધ્યમનું ૭૪.૦૨ ટકા પરિણામ નોંધાયું છે. છ ગ્રુપનું ૭૬.૬૨ ટકા, મ્ ગ્રુપનું ૬૮.૨૧ ટકા પરિણામ નોંધાયું છે. ઉપરાંત પરીક્ષામાં ગેરરીતિના કુલ ૧૨૭ કેસ નોંધાયા છે.

gujarat gandhinagar