ગુજરાતમાં ધોરણ-1થી 9 અને ધોરણ-11ના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય, જાણો

24 March, 2020 12:19 PM IST  |  Gandhinagar | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં ધોરણ-1થી 9 અને ધોરણ-11ના વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય, જાણો

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં ધોરણ-૧ થી ધોરણ-૯ તેમજ ધોરણ-૧૧માં અભ્યાસ કરતાં લાખો વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના કારણે પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ખુશીઓનો પાર નહીં રહે. કોરોના વાઇરસની મહામારીના કારણે સરકારે આ વિદ્યાર્થીઓને પરીક્ષા વિના ઉપરના ધોરણમાં ચઢાવી દેવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના શિક્ષણ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે કોરોના વાઇરસના કારણે હાલ રાજ્યની સ્કૂલો અને કોલેજોમાં સરકારે વેકેશન જાહેર કર્યું છે. સરકારી અને પ્રાઇવેટ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ માટે ફરજીયાત રજા રાખવાની હોય છે. આ સંજોગોમાં વિદ્યાર્થીઓના ભણતરને મોટી અસર થઇ શકે છે તેથી સરકારે હવે એવું નક્કી કર્યું છે કે ધોરણ-૯ અને ધોરણ-૧૧ના વિદ્યાર્થીઓને આ વર્ષે માસ પ્રમોશન આપવામાં આવશે. આ વિદ્યાર્થીઓની સ્કૂલોમાં પરીક્ષા લેવામાં નહીં આવે પરંતુ તેમને ઉપરના ધોરણમાં એટલે કે ધોરણ-૧ થી ધોરણ-૯ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે. ધોરણ-૧૧ના વિદ્યાર્થીઓ પણ હવે પરીક્ષા વિના સીધા ધોરણ-12માં દાખલ થઇ શકશે. કોરોના વાઇરસના કારણે હવે વિદ્યાર્થીઓની જેમ શિક્ષકોને પણ સ્કૂલોમાં જવાની જરૂર નથી. આ બન્ને ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન એવા સમયે આપવામાં આવે છે કે જ્યારે તેઓ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષા આપવાના હોય છે. જો કે સરકારે તેમના કોર્સને પૂરો કરવાનું પણ નક્કી કર્યું છે એટલે કે બોર્ડની પરીક્ષામાં તેમને કોઇ તકલીફ પડે નહીં. આ વર્ષે જૂન મહિનાથી નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવાનો પણ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

gujarat gandhinagar