હવે ગુજરાતમાં આ મેડિકલ કોલેજોમાં કોરોનાના કેમિકલ રિસર્ચ થશે

15 October, 2020 09:27 PM IST  |  Gujarat | Gujarati Mid-day Online Correspondent

હવે ગુજરાતમાં આ મેડિકલ કોલેજોમાં કોરોનાના કેમિકલ રિસર્ચ થશે

પ્રતીકાત્મક તસવીર

વિશ્વ કોરોનાનો કહેર ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યો, યુરોપમાં પણ ફરી નિયંત્રણો આવી રહ્યા છે. ઘણા દેશ આ કોવિડ-19ની વેક્સિન માટે ક્લિનિકલ ટ્રાયલ કરી રહી છે. એવામાં કોરોનાના કેમિકલ રિસર્ચ(Chemical Research) માટે ગુજરાતમાં તૈયારીઓ શરૂ થઈ છે.

કોવિડ-19ની રસીના ક્લિનિકલ ટ્રાયલ માટે ગુજરાતમાં પણ તૈયારીઓ શરૂ થઈ છે. રાજ્યની પાંચ મેડિકલ કોલેજોને આ ટ્રાયલ માટે મંજૂરી મળી છે. આ 5 કોલેજોમાં બી.જે.મેડિકલ કોલેજ(B.J. Medical College), GMERS કોલેજ સોલા, SGVP મેડિકલ કોલેજ, GMERS-ગાંધીનગર અને MK Shah Medical College ચાંદખેડા સામેલ છે. તમામ કોલેજ સંલગ્ન હૉસ્પિટલોને ક્લિનિકલ ટ્રાયલ માટે તૈયારીઓ શરૂ કરવા સૂચના અપાઈ છે.

માહિતી મુજબ ભારત બાયોટેકના રસીના ક્લિનિકલ ટ્રાયલ માટે આ મંજૂરી અપાઈ છે. છેલ્લા 3 અઠવાડિયાથી દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

gujarat coronavirus covid19