સુરતના આ ATMમાંથી ૨૪ કલાક સોના-ચાંદીના સિક્કા ખરીદી શકાશે

28 April, 2025 07:49 AM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

એક ગ્રામથી લઈને પચીસ ગ્રામ સુધીના સિક્કા મળી રહેશે. દેશનું પહેલું ગોલ્ડ ATM હૈદરાબાદમાં લૉન્ચ થયેલું, આ દેશનું બીજું અને ગુજરાતનું પહેલું ગોલ્ડ ATM છે.

સુરતના આ ATMમાંથી ૨૪ કલાક સોના-ચાંદીના સિક્કા ખરીદી શકાશે

સુરતના ડી. ખુશાલદાસ જ્વેલર્સે ગોલ્ડ કૉઇન કંપનીના સહયોગથી સોના અને ચાંદીના સિક્કા વેચતું ATM શરૂ કર્યું છે. એમાં એક ગ્રામથી લઈને પચીસ ગ્રામ સુધીના સિક્કા મળી રહેશે. દેશનું પહેલું ગોલ્ડ ATM હૈદરાબાદમાં લૉન્ચ થયેલું, આ દેશનું બીજું અને ગુજરાતનું પહેલું ગોલ્ડ ATM છે.

ખુશાલદાસ જ્વેલર્સના માલિક દીપક ચોકસીનું કહેવું છે કે ‘આ સુવિધાથી લોકો દિવસ-રાત ગમે ત્યારે સોના-ચાંદીની ખરીદી કરી શકશે. એ માટે દુકાન ખૂલવાની રાહ જોવાની જરૂર નથી. કોઈ પણ ડેબિટ કાર્ડ, ડિજિટલ કાર્ડ કે UPI ઍપ થકી એની ખરીદી કરી શકશે.’

આ મશીનનું વજન ૬૦૦ કિલો છે. એની સુરક્ષા માટે કેટલાક કૅમેરા પણ લગાવેલા છે એટલે મશીનમાં છેડછાડ કરવાની કોઈ સંભવના નથી. સોનાના ભાવમાં ઇન્ટરનૅશનલ રેટ મુજબ સ્ક્રીન પર ભાવ સતત અપડેટ થતો રહેશે. ગુરુપુષ્ય નક્ષત્ર જેવા તહેવાર દરમ્યાન આવી સુવિધા વધુ ઉપયોગી રહેશે.

surat gold silver price commodity market gujarat news news gujarat