સુરતમાં ફરી અગ્નિકાંડ, પ્રથમ દિવસે જ શાળામાં શૉર્ટસર્કિટ

11 June, 2019 07:34 AM IST  |  સુરત

સુરતમાં ફરી અગ્નિકાંડ, પ્રથમ દિવસે જ શાળામાં શૉર્ટસર્કિટ

76 વર્ષના શ્રવણભાઈએ સમયસૂચકતા વાપરતા આગ બુઝાવી

આજથી ઉનાળું વેકેશન પૂરું થઈને નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે ત્યારે સોમવારે ભણવાના પહેલા દિવસે જ સુરતના ગોપીપુરા વિસ્તારની રાયચંદ દીપચંદ શાળામાં આગ લાગી હતી. પ્રાથમિક તારણ મુજબ શૉટસર્કિટના કારણે આગ લાગી હોવાની વાત સામે આવી છે.

જોકે આખી ઘટનામાં મહત્ત્વની વાત એ રહી કે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ શાળાના ૭૬ વર્ષના કર્મચારી શ્રવણભાઈએ ફાયર સેફ્ટીનાં સાધનો લઈને આગ બુઝાવી દીધી. શ્રવણભાઈની સતર્કતાના કારણે સુરતમાં વધુ એક મોટી ઘટના બનતા બચી ગઈ હતી. મહત્ત્વની વાત એ છે કે રાયચંદ દીપચંદ સ્કૂલમાં સવારે બાળકો આવે તે પહેલાં જ આગ લાગી હતી.

આ પણ વાંચો:'વાયુ' વાવાઝોડું વેરાવળથી માત્ર 930 કિમી દૂર, સૈન્ય, કોસ્ટગાર્ડ, NDRF સ્ટેન્ડબાય

ઉલ્લેખનીય છે કે, સુરતમાં તાજેતરમાં બનેલી આગની દુર્ઘટના સમયે આગમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બચાવવામાં સંવેદના અને સાહસ દાખવનાર સુરતના ‘હીરો’ કેતન ચોરવાડિયાનું ગાંધીનગરમાં રાજ ભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ ઓ. પી. કોહલીએ સન્માન કર્યું હતું. રાજ્યપાલ ઓ. પી. કોહલીએ કેતન ચોરવાડિયાના હિંમતભર્યા કાર્યને બિરદાવીને કહ્યું હતું કે, ચોરવાડિયાના આવા વિકટ સંજોગોમાં પોતાના જીવની પણ પરવા કર્યા વગર બાળકોને બચાવવા માટે જે માનવતાભરી પહેલ કરી હતી તે સમાજમાં એક પ્રેરક ઉદાહરણ પૂરું પાડે છે.

 

gujarati mid-day gujarat