વાકાનેરમાં નકલી તમાકુ બનતી ફેક્ટરી ઝડપાઇ : 5 ની થઇ ધરપકડ

15 July, 2019 12:48 PM IST  |  Rajkot

વાકાનેરમાં નકલી તમાકુ બનતી ફેક્ટરી ઝડપાઇ : 5 ની થઇ ધરપકડ

નકલી તંબાકુ ચલાવતી ફેક્ટરી ઝડપાઇ, 5 લોકોની થઇ ધરપકડ

Wankaner : જીલ્લાના વાંકાનેર ખાતે નામાંકિત કંપનીની નકલી તમાકુ બનાવતી ફેકટરી પર મોરબી એલસીબીએ દરોડો પાડી પાંચ શખ્સોને રૂ. ૭.૮૪ લાખમાં મુદમાલ સાથે ઝડપી લીધા હતા. મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાએ  જિલ્લામાં ભેળસેળયુકત વસ્તુ વેચાતી પકડવા સુચના આપતા ઙ્ગએલ.સી.બી પીઆઇ વી.બી. જાડેજા માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ નંદલાલ વરમોરાને મળેલી બાતમી મુજબ અગાઉ નકલી તમાકુ ગુનામાં ઝડપાયેલ આરોપી ઉસ્માનગની અમીભાઇ સેરસીયા (રહે. વાંકાનેર, અમન પાર્ક) પોતના કબજા વાળા મકાનમાં માણસો રાખી બાગબાન તમાકુ થતા અન્ય વસ્તુઓ મિકસ કરી ૪૫ ગ્રામના ડબ્બા નીચે તળિયા ફેરવી અને આદર નકલી માલ ભરી ફરી સીલ કરી અને ઓરીઝનલ તમાકુની જગ્યાએ નકલી તમાકુ વેચતો હોવાનીસુત્રો દ્વારા માહિતી મળી હતી.

એલ.સી.બી. પોલીસે મળતી બાતમીના આધારે દરોડા પાડતા ઉસ્માનગની અમીભાઇ સેરસીયા
, સરફરાજ મહમદ ભોરાણીયા ,મહમદઅસ્લમ અબ્લ્દુલ રહીમ વડાવીયા (રેહ. મુમના શેરી વાંકાનેર),અસ્લમ ઇદ્રીશ પઠાણ (રે. રામોદવાળા) અને આદીલ મામદભાઈ ભોરણીયા (રહે. પંચાસર) સહિતના ૫ શખ્સોને ઝડપી લીધા હતા. મોરબી એલસીબીએ ઘટના સ્થળેથી બાગબાન તમાકુના સિમ્બોલવાળા પુંઠાના કાર્ટુન જેમાં એક કાર્ટુનમાં તમાકુના પતરાના નાના ૪૫ ગ્રામ વજનના ડબ્બા નંગ ૧૪૦૦, બાગબાન ઓરીઝનલ તમાકુમા પુંઠાના કાર્ટુન જેમાં એક કાર્ટુનમાં તમાકુના પતરાના સીલબંધ ૪૫ ગ્રામ વજનના ડબ્બા નંગ ૨૦૦૦, બાગબાન તમાકુના નાના પાઉચ નંગ ૧૨૦૦૦, બાગબાન લખેલ પતરાના નાના-મોટા ખાલી નંગ ૪૪૫, તમાકુના પરફયુમ ભરેલ કેરબો, મેનથોલ ભરેલ કેરબો, ડબ્બા સીલ કરવા અંગેનું ઈલે. મશીન, ડાઈ તથા પતરાના ખાલી ડબ્બા નંગ ૧૪૦૦ સહિત કુલ ૭,૮૪,૦૨૫ના મુદ્દામાલ સાથે પકડાયેલ પાંચેય શખ્સોને વાંકાનેર પોલીસના હવાલે કર્યા હતા.

આ પણ જુઓ : આ લોકોએ લીધી છે રાજકોટને સ્વચ્છ અને હરિયાળું બનાવવાની નેમ...

પોલીસના જણાવ્યા મુજબ મુખ્ય આરોપી ઉસ્માનગની અમીભાઈ શેરસીયા છે. અન્ય ૪ શખ્સો નકલી તમાકુ બનાવવાની કામગીરીમાં મજુરી કામે આવતા હતા. આ કાર્યવાહીમાં એલસીબીના દિલીપભાઈ ચૌધરી
, વિક્રમસિંહ બોરાણા, યોગીરાજસિંહ જાડેજા, આશીફ ચાણકયા, પેરોલ ફર્લો સ્કવોડના સહદેવસિંહ જાડેજા તથા પૃથ્વીસિંહ જાડેજા રોકાયા હતા.

rajkot gujarat