પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે સમાજ નારાજ, મત ન આપવા આહવાન

21 July, 2019 07:07 PM IST  | 

પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે સમાજ નારાજ, મત ન આપવા આહવાન

પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે સમાજ નારાજ

રાધનપુરનાં પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સામે તેનો જ સમાજ નારાજ લાગી રહ્યો છે. અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાને લઈને સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રવિવારે સાંતલપુર તાલુકાના ઝઝામ ગામે ઠાકોર સમાજ શક્તિ પ્રદર્શન કર્યું હતું અને સમાજે અલ્પેશને મત ન આપવા આહવાન કર્યું હતું. જ્યારે કોંગ્રેસને પણ ચીમકી આપી હોય તેમ સ્થાનિક ઉમેદવાર હોય તો જ કોંગ્રેસને જીતાવવા નિર્ધાર કર્યો હતો.

આ પણ વાંચો: જે. પી. નડ્ડાએ સ્ટૅચ્યુ ઑફ યુનિટીને બિલ્ડિંગ કહેતાં વિવાદ

અલ્પેશ ઠાકોરે પોતાના અંગત સ્વાર્થ ખાતર સમાજનો કર્યો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. અલ્પેશ ઠાકોરની સામે સમાજના આગેવાનો દ્વારા નારાજગી વ્યક્ત કરાઈ હતી. સમ્મેલન ઠાકોર સમાજના કૉન્ગ્રેસ આગેવાન ડો. ગોવિંદ ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું. અલ્પેશ ઠાકોર માટે રાધનપુરમાં ભાજપની ટિકિટ પર લડશે તો ધારાસભ્ય બનવા માટેની સફર સરળ રહેશે નહી. એકતરફ ઠાકોર સમાજ અલ્પેશ ઠાકોરથી નારાજ જોવા મળ્યો છે ત્યારે ભાજપમાં અલ્પેશ ઠાકોર જોડાયો તો છે પરંતુ સામાન્ય કાર્યકર્તા તરીકે ત્યારે તેની આગળની સફર કેવી રહેશે તે મહત્વનું રહેશે.

Alpesh Thakor gujarati mid-day