વાઇરસ સામેની લડાઈમાં દરેક સમુદાયનો સહયોગ જરૂરી : રૂપાણી

20 April, 2021 01:53 PM IST  |  Mumbai | Agency

મુખ્ય પ્રધાને ગુજરાતના ધર્મગુરુઓ સાથે રોગચાળાની સ્થિતિ વિશે કરી ચર્ચા

વિજય રૂપાણી

ગુજરાતમાં કોરોના રોગચાળાની સ્થિતિ વિશે ચર્ચા માટે ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં વિવિધ ધર્મ-સંપ્રદાયોના મહાનુભાવો સાથે વર્ચ્યુઅલ મીટિંગનું આયોજન કર્યું હતું. આ મહત્ત્વની બેઠકમાં રૂપાણીએ તેમને કહ્યું હતું કે ‘આપણે બધા કોરોના વાઇરસ સામે લડાઈ લડી રહ્યા છીએ અને એમાં દરેક સહયોગનો એક સરખો સહયોગ જરૂરી છે.’
એ મીટિંગમાં રત્નસુંદરજી મહારાજસાહેબ, નમ્રમુનિ મહારાજસાહેબ, વ્રજરાજકુમાર, દ્વારકેશલાલજી, બહ્મવિહારી સ્વામી, વડતાલ સ્વામીનારાયણ મંદિરના સંત સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, શ્રીનાથ બાપુ, અવિચલદાસજી મહારાજ, દિલીપદાસજી મહારાજ, શંભુપ્રસાદ ટુંડિયા, મૌલાના લુકમાન તારાપુરી અને રાઇટ રેવરન્ડ સિલ્વાન્સ ક્રિશ્ચિયન વગેરે ઉપસ્થિત હતા. 
ગયા વર્ષે પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વિવિધ ધર્મગુરુઓ સાથે કોરોના રોગચાળા વિશે વ્યાપક તેમ જ સરકાર દ્વારા લેવામાં આવી રહેલાં પગલાં બાબતમાં ચર્ચા કરી હતી.   

gujarat national news Vijay Rupani coronavirus