ગુજરાતમાં આજે ૬ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી

21 February, 2021 11:32 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાતમાં આજે ૬ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં આજે અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ, ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને જૂનાગઢ મહાનગરપાલિકાની બે બેઠક માટેની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાશે. અમદાવાદમાં એક બેઠક બિનહરીફ જાહેર થઈ છે એથી હવે ૬ મહાનગરપાલિકાની કુલ ૫૭૫ બેઠક માટે કુલ ૨૨૭૬ ઉમેદવાર અને જૂનાગઢ મહાનગરપાલિકાની પેટાચૂંટણી માટે કુલ ૯ ઉમેદવાર હરીફાઈમાં છે, જેમાંથી ૫૭૭ બીજેપીના, ૫૬૬ કૉન્ગ્રેસના, ૯૧ એનસીપીના, ૪૭૦ આમ આદમી પાર્ટીના, ૩૫૩ અન્ય પક્ષના તથા ૨૨૮ અપક્ષ ઉમેદવાર વચ્ચે ચૂંટણીજંગ જામશે.

૬ મહાનગરપાલિકાની ચૂંટણીની આંકડાકીય વિગતો આ મુજબ છે:

કુલ વૉર્ડ

૧૪૪

કુલ બેઠક

૫૭૫

મતદાન-મથકો

૧૧,૧૨૧

સંવેદનશીલ મતદાન-મથકો

૨૨૫૫

અતિસંવેદનશીલ મતદાન-મથકો

૧૧૮૮

પુરુષ મતદારો

૬૦,૬૦,૪૩૫

સ્ત્રી મતદારો

૫૪,૦૬,૫૩૮

કુલ મતદાર

૧,૧૪,૬૬,૯૭૩

ચૂંટણી અધિકારીઓ

૫૧

મદદનીશ ચૂંટણી અધિકારીઓ

૫૭

પોલિંગ સ્ટાફ

૬૩,૨૦૯

પોલીસ સ્ટાફ

૩૨,૨૬૩

gujarat election commission of india ahmedabad surat vadodara jamnagar rajkot bhavnagar