સ્મૃતિ ઈરાનીનો ઈગો હર્ટ થયો, ગોંડલની જાહેર સભામાંથી નીકળી ગયાં

19 April, 2019 07:58 AM IST  |  રાજકોટ | રશ્મિન શાહ

સ્મૃતિ ઈરાનીનો ઈગો હર્ટ થયો, ગોંડલની જાહેર સભામાંથી નીકળી ગયાં

અંજલી રૂપાણી સાથે વાત કરી રહેલા સ્મૃતિ ઈરાની

સૌરાષ્ટ્રના પ્રવાસે આવેલાં સ્મૃતિ ઈરાનીએ ગઈ કાલે ગોંડલ અને રાજકોટમાં જાહેર સભા કરવાની હતી પણ ગોંડલની જાહેર સભા તેણે જાતે જ કેન્સલ કરી નાખી. બન્યું એવું કે તે બાય રોડ ગોંડલ પહોંચ્યાં પછી તેણે ગાડીમાંથી જ સ્ટેજ જોયું અને છ બાય છની સાઇઝનું સ્ટેજ જોઈને તેમનો મૂડ મરી ગયો. એ પછી પણ તેમણે મન મનાવીને થોડીવાર ગાડીમાં જ સમય પસાર કર્યો, આ દરમ્યાન પબ્લિક આવી ગઈ, જેણે સ્મૃતિના મનને સાવ મારી નાખ્યું. રોકડા સોથી દોઢસો જણા સ્મૃતિને સાંભળવા આવ્યા હતા.

આ પણ વાંચોઃ સ્મૃતિ ઈરાની: એક મોડેલથી સફળ રાજકારણી સુધીની સફર

સ્મૃતિ ઇરાનીએ તરત જ ગાડી પાછી લેવડાવી લીધી અને તે રાજકોટ આવી ગયાં. જોકે એ દરમ્યાન ગોંડલ બીજેપીના કાર્યકરોને ખબર પડી ગઈ એટલે તેમણે મેડમને ફોન કર્યો એટલે મેડમે કહ્યું કે ‘મારે તાત્કાલિક અમેઠી જવાનું થયું હોવાથી તે સભા કરી નહીં શકે. જોકે આ સાવ ખોટી વાત હતી. ગોંડલની સભા રદ કર્યા પછી મેડમે રાજકોટનું મસ્ત સ્ટેજ અને પબ્લિકના ટોળાઓ જોઈને સભા કરી.

Election 2019 smriti irani Gujarat BJP rajkot