પૂનમ માડમની દરરોજ સવાર આંસુ સાથે શું કામ શરૂ થાય છે?

13 April, 2019 07:45 AM IST  |  જામનગર | રશ્મિન શાહ

પૂનમ માડમની દરરોજ સવાર આંસુ સાથે શું કામ શરૂ થાય છે?

પૂનમ માડમ

જામનગર લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર પૂનમ માડમનું ઇલેકશન કેમ્પેઇન પુરજોશમાં ચાલે છે પણ બહુ ઓછાને ખબર છે કે આખો દિવસ ખુશ દેખાતાં પૂનમબહેનની સવાર છેલ્લા થોડાં સમયથી નિરાશવદને અને આંસુ સાથે શરૂ થાય છે. આની માટેનું કારણ પણ છે. પૂનમબહેનને એક જ દીકરી હતી, શિવાની જેનું દેહાંત હજુ હમણાં જ ડિસેમ્બર મહિનામાં થયું. દાઝી જતાં ગંભીર રીતે ઘવાયેલી શિવાનીનો જીવ બચાવવા પૂનમબહેને અથાગ પ્રયાસો કર્યા પણ કુદરત્તના નિર્ણય સામે અંતે તેમણે હાર માનવી પડી અને એકનું એક સંતાન એવી શિવાનીને ગુમાવવી પડી. ગઈ લોકસભા ઇલેકશનમાં શિવાનીએ મમ્મીના કેમ્પેઇન માટે, એની સ્ટ્રેટેજી માટે ખુબ મહેનત કરી હતી તો સાથોસાથ શિવાનીએ મમ્મીનું સોશ્યલ મીડિયા પણ હેન્ડલ કર્યું હતું. જોકે આ ઇલેકશન સમયે શિવાની છે નહીં અને મમ્મીને તમામ રીતે દીકરી યાદ આવી રહી છે, જેને લીધે ઓલમોસ્ટ દરરોજ પૂનમબહેન કેમ્પેઇન માટે ઘરની બહાર નીકળે એ પહેલાં તેમની આંખોમાં શિવાનીને યાદ કરતાં આંસુ આવી જાય છે.

આ પણ વાંચો : ગુજરાતમાં પડી શકે છે વરસાદ, છત્રી લઇને નીકળજો

પૂનમબહેન દરરોજ શિવાનીના ફોટો પાસે ગયા પછી જ ઘરની બહાર પગ મુકે છે અને જ્યારે શિવાની પાસેથી તે દૂર થાય છે ત્યારે તેમની આંખો આંસુથી ભીની થઈ ગઈ હોય છે.

gujarat Lok Sabha Election 2019 Gujarat BJP