અમદાવાદઃઆ કિન્નરનું ચૂંટણી ચિન્હ છે બંગડી, પૂર્વ બેઠક પરથી છે ઉમેદવાર

03 April, 2019 06:21 PM IST  |  અમદાવાદ

અમદાવાદઃઆ કિન્નરનું ચૂંટણી ચિન્હ છે બંગડી, પૂર્વ બેઠક પરથી છે ઉમેદવાર

નરેશ જયસ્વાલ ઉર્ફે રાજુ માતાજી

અમદાવાદ પૂર્વની બેઠક પરથી કિન્નર ઉમેદવારે ચૂંટણીનું ફોર્મ ભર્યું છે. એક તરફ જ્યાં કોંગ્રેસે ગીતા પટેલને ઉમેદવાર બનાવ્યા છે અને ભાજપના ઉમેદવારને લઈ હજીય ગડમથલ ચાલી રહી છે. ત્યારે અપક્ષ ઉમેદવાર તરીકે એક કિન્નર ઉમેદવારીએ ઉમેદવારી નોંધાવી છે.

અમદાવાદ પૂર્વની બેઠક પરથી નરેશ જયસ્વાલ ઉર્ફે રાજુ માતાજીએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. નરેશ જયસ્વાલનું ચૂંટણી ચિન્હ બંગડી છે. જો કે ચૂંટણી પંચ તેમને કયું ચિન્હ આપે છે, તે આગામી દિવસોમાં ખબર પડશે. આ દરમિયાન એક અખબાર સાથે વાતચીત કરતા નરેશ જયસ્વાલે કહ્યું કે તેમને લોકોની સેવા કરવા માટે ચૂંટણી લડવી છે, પરંતુ કોઈ પક્ષ તેમને ટિકટિ આપતો નથી પરિણામે અપક્ષ ચૂંટણી લડાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃનહીં થાય ઓનલાઈન વોટિંગ, અફવાઓથી સાવધાન

સાથે જ નરેશ જયસ્વાલે કિન્નર સમુદાયના હક અને અધિકાર માટે પણ અવાજ ઉઠાવ્યો છે. તેમનું કહેવું છે કે મહિલાઓને 33 ટકા અનામત મળે છે પરંતુ કિન્નરો માટે કોઈ નિર્ણય નથી લેવાયો. ઉલ્લેખનીય છે કે નરેશ જયસ્વાલ 2015માં કોર્પોરેશનની અને 2017માં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. અને હવે તોઓ લોકસભાની ચૂંટણીમાં જંપલાવવા જઈ રહ્યા છે.

Election 2019 ahmedabad