વાવાઝોડા 'વાયુ'ના કારણે આટલી ટ્રેન પર થઈ છે અસર

14 June, 2019 05:54 PM IST  |  અમદાવાદ

વાવાઝોડા 'વાયુ'ના કારણે આટલી ટ્રેન પર થઈ છે અસર

'વાયુ'ની અસરઃ આટલી ટ્રેન પર થઈ છે અસર

ગુજરાત તરફ આવેલું વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ ગયું છે. પરંતુ તેની અસર હજુ પણ વર્તાઈ રહી છે. વાયુના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ અને ભારે પવન પણ છે. જેના કારણે ટ્રેનના શેડ્યૂલમાં ફેરફાર થયો છે.

અમદાવાદ- સોમનાથ એક્સપ્રેસનો રૂટ ટુંકાવાયો
અમદાવાદ- સોમનાથ એક્સપ્રેસ (ટ્રેન નંબર-19119)નો રૂટ ટુંકાવાયો છે. તે સુરેન્દ્રનગર સુધી જ જશે. જેથી 19120 ટ્રેન હવે સુરેન્દ્રનગરથી જ શરૂ થશે. અને તે સુરેન્દ્રનગર થી સોમનાથ નહીં જાય.


ભુજ-બરેલી એક્સપ્રેસ
ટ્રેન નંબર 14322 ભુજ-બરેલી એક્સપ્રેસ ભુજના બદલે પાલનપુરથી રવાના થશે. જેથીતે ભુજ-પાલનપુર નહીં જાય.


ઓખા ભાવનગર એક્સપ્રેસ
ટ્રેન નંબર 59208 ઓખા-ભાવનગર પેસેન્જર ટ્રેન કેન્સલ કરવામાં આવી છે.


સુરક્ષાને ધ્યાનમાં લેતા નિર્ણય
મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં લેતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાવાઝોડાના કારણે ટ્રેકને પણ નુકસાન થયું છે. જે રીપેર થશે ત્યારે ટ્રેન વ્યવહાર પુરી રીતે પૂર્વવત થશે.

આ પણ વાંચોઃ વાયુ વાવાઝોડાથી ગુજરાત હવે સુરક્ષિત, નથી હવે કોઈ ખતરો: CM રુપાણી

ahmedabad gujarat