EDIIએ યુવાનો અને બાળકો માટે આંત્રપ્રિન્યોરિયલ સમર કેમ્પનું આયોજન કરશે

03 May, 2019 04:19 PM IST  |  અમદાવાદ

EDIIએ યુવાનો અને બાળકો માટે આંત્રપ્રિન્યોરિયલ સમર કેમ્પનું આયોજન કરશે

EDIIએ યુવાનો અને બાળકો માટે આંત્રપ્રિન્યોરિયલ સમર કેમ્પનું આયોજન કરશે

છેલ્લાં 26 વર્ષથી EDII એનાં નેશનલ સમર કેમ્પ ઓન આંત્રપ્રિન્યોરિયલ એડવેન્ચર્સ દ્વારા યુવાનોને વિશિષ્ટ તક આપે છે. આ કેમ્પોમાં 18 રાજ્યોનાં 1445 યુવાનોને દિશા મળી છે. ચાલુ વર્ષે સંસ્થાએ આ પ્રકારનાં બે કેમ્પ 35 અને 36મા સમર કેમ્પ ઓન આંત્રપ્રિન્યોરિયલ એડવેન્ચર્સ ફોર યૂથની જાહેરાત કરી છે, જે અનુક્રમે 13થી 22 મે અને 02થી 11 જૂન, 2019 દરમિયાન યોજાશે. 16થી 22 વર્ષની વયજૂથનાં કિશોર અને યુવાન અરજદારો આ કેમ્પમાં ભાગ લઈ શકે છે, જેનો ઉદ્દેશ યુવાનોની તેમની અંદર રહેલી ક્ષમતાની પીછાણ કરવાની તક આપવાનો તથા જોખમ લેવાની, રચનાત્મક વિચારસરણી, ઘર્ષણમાં વ્યવસ્થાપન, અસરકારક સંચાર, ટીમ વર્ક અને વ્યક્તિની લાગણીઓને નિયંત્રણમાં રાખવા જેવી ઉદ્યોગસાહસિકતા સાથે સંબંધિત કુશળતાઓ શીખીને ભવિષ્યનાં પડકારોને ઝીલવા ક્ષમતા વિકસાવવાનો છે.

26 વર્ષથી કામ કરે છે કામ
આ જ રીતે સંસ્થા છેલ્લાં 26 વર્ષથી 18 રાજ્યોનાં બાળકોને પાવરફૂલ પ્લેટફોર્મ પ્રદાન કરે છે, જે બાળકો, કિશોર અને યુવાનોને વિવિધ સ્થિતિસંજોગોમાં તેમની વર્તણૂંક સાથએ સંબંધિત પાસાં કેળવી અને તેમનાં વિકાસને અસરકારક કરતાં પરિબળો વિશે જાણકારી આપી, તેમનાં પોતાનાં વ્યક્તિત્વ વિશે વાકેફ થઈને તેમાં પરિવર્તન લાવવામાં મદદરૂપ થાય છે. ચાલુ વર્ષે આ પ્રકારનાં બે કેમ્પ 34મો અને 35મો સમર કેમ્પ આંત્રપ્રિન્યોરિયલ સ્ટિમ્યુલેશન ફોર ચિલ્ડ્રન અનુક્રમે 05થી 10 મે અને 26થી 31 મે, 2019 દરમિયાન યોજાશે. આ કેમ્પ દ્વારા EDIIએ અત્યારે 2349 બાળકોને તાલીમ આપી છે. આ કેમ્પમાં 12થી 16 વર્ષનાં કિશોર ભાગ લઈ શકશે અને એનો ઉદ્દેશ તેમની અંદર ‘ઉદ્યોગસાહસિકતા અને સફળતાનો જુસ્સો’ જગાવવાનો છે, જેથી તેઓ તેમનાં ઊંચા લક્ષ્યાંકોને પાર પાડવા સજ્જ થઈ શકે.



ઉદ્યોગસાહસિકતા પર અપાશે ભાર
EDIIનાં ફેકલ્ટી અને કેમ્પ કો-ઓર્ડિનેટર ડો. પંકજ ભારતીએ કહ્યું હતું કે, “EDIIમાં અમારું માનવું છે કે, ઉદ્યોગસાહસિકો પેદા કરી શકાય છે અને અન્ય વ્યવસાયની જેમ ઉદ્યોગસાહસિકતા પણ વ્યવહારિક કારકિર્દી છે.  સમર કેમ્પ અંતર્ગત EDIIની મુખ્ય પ્રવૃત્તિઓમાંથી કેટલીક યુવાનો અને બાળકો માટે છે. આ કેમ્પ સહભાગીઓની પ્રાથમિક તબક્કામાં જ તેમની અંદર રહેલી ઉદ્યોગસાહસિકતાની ક્ષમતા અને સ્વાભાવિક શક્તિ ઓળખવા તથા નબળાઈઓને સમજવા માટે ડિઝાઇન કરવામાં આવ્યાં છે. ઉદ્યોગસાહસિકતા માટેની પ્રેરણા, વિકાસલક્ષી રમતો તથા એક્સરસાઇઝ દ્વારા રચનાત્મકતા, ઉત્કૃષ્ટતા માટેની ચિંતા, લીડરશિપ, સમસ્યાનું સમાધાન, સ્વતંત્રતા, લક્ષ્યાંક નિર્ધારણ, સફળતાની ગાથાઓ, ઉદ્યોગની મુલાકાતો, યોગા વગેરે જેવી કુશળતાઓ ખીલવવામાં આવે છે. આ અઠવાડિયા લાંબા કેમ્પોમાં યુવાનોમાં સમજણ વિકસશે અને ખાસ ડિઝાઇન કરવામાં આવેલા સાઇકોલોજિકલ ટેસ્ટ, ઇન્સ્ટ્રુમેન્ટ અને પોતાનાં પર રજૂઆતનાં રેકોર્ડિંગ મારફતે શિક્ષણ મારફતે આત્મવિશ્વાસ આવશે.

ahmedabad gujarat