ભાવનગરમાં વાવાઝોડ દરમ્યાન 20 બાળોકનો જન્મ થયો, એકનું નામ 'વાયુ' પાડ્યું

14 June, 2019 12:29 PM IST  |  ભાવનગર

ભાવનગરમાં વાવાઝોડ દરમ્યાન 20 બાળોકનો જન્મ થયો, એકનું નામ 'વાયુ' પાડ્યું

વાયુ વાવાઝોડા દરમ્યાન જન્મેલ બાળકનું નામ વાયુ પાડવામાં આવ્યું

ભાવનગર : ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ‘વાયુ’ વાવાઝોડાને લઇને જે હલચલ થઇ રહી હતી તેનો અંતે સુખદ અંત આવ્યો છે. ગુરૂવારે વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ જતાં ગુજરાતના લોકોને અને સરકારે રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે ગુજરાતમાં એક એવી અનોખી ઘટના બની હતી કે તમે આ વાંચીને ગદગદ થઇ જશો. ગુજરાતમાં વાયુ વાવાઝોડા સમયે કુલ 5950 પ્રેગન્ટ મહિલાઓ હતી જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ પ્રેગન્ટન મહિલાઓને હોસ્પિટલ ખસેડવાનું કારણ એ હતું કે મોટા ભાગની મહિલાઓની વાવાઝોડાના ડરના કારણે તબિયત લથડી હતી તો અમુક મહિલાઓને એક અઠવાડિયા પહેલા જ લેબર પેન શરૂ થઇ ગયું હતું. પરંતુ મહત્વની વાત એ છે કે આ સપ્તાહ દરમ્યાન ભાવનગર જિલ્લામાં સૌથી વધુ 20 બાળકોનો જન્મ થયો.

વાવાઝોડના કહેરમાં જન્મેલ બાળકનું નામ પાડ્યું ‘વાયુ’
મળી રહેલી માહિતી પ્રમાણે વાયુ વાવાઝોડા સમયે ભાવનગર જિલ્લામાં કુલ 20 બાળકોનો જન્મ થયો હતો. જેમાં જિલ્લામાંથી 16 અને શહેરમાં 4 બાળકોનો જન્મ થયો હતો. પરંતુ મહત્વનું એ છે કે ગુરૂવારના (13 જુન 2019) રોજ ભાવનગરમાં બપોરે 3 વાગ્યે એક બાળકનો જન્મ થયો હતો. વાયુ વાવાઝોડા સમયે બાળકનો જન્મ થયો હતો. એટલા માટે માતા-પિતાએ તેનું નામ જ ‘વાયુ’ પાડી દીધું હતું.



ભાવનગર કલેક્ટર અને વિભાવરીબેન દવે પહોંચ્યા હોસ્પિટલ
આ બાળકનું નામકરણ થઇ રહ્યું હતું ત્યારે હોસ્પિટલમાં રાજ્ય કક્ષાના મંત્રી ભાવનગરના વિભાવરી દવે અને કલેક્ટર પણ ત્યાર હાજર હતા. ત્યારે આ બંને અધિકારીઓએ માતા-પિતાના બાળકને આપવામાં આવેલ ‘વાયુ’ નામના નિર્ણયને વધાવ્યો હતો અને બાળકને રમાડ્યો પણ હતો. જેને પગલે હોસ્પિટલમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

gujarat bhavnagar