રાજકોટમાં નવરાત્રી દરમ્યાન સુરક્ષા હેતુ કુલ 659 પોલીસ અધિકારીઓ ખડે પગે

27 September, 2019 07:30 PM IST  |  Rajkot

રાજકોટમાં નવરાત્રી દરમ્યાન સુરક્ષા હેતુ કુલ 659 પોલીસ અધિકારીઓ ખડે પગે

રાજકોટ શહેર પોલીસ

Rajkot : રવિવારથી રાજ્યભરમાં નવરાત્રિના તહેવારની શરૂઆત થઇ રહી છે. લોકો પણ આ તહેવારને ઉજવવા માટે તૈયાર છે. ત્યારે તેની સુરક્ષાને લઇને પણ પોલીસ ખડે પગે છે. નવરાત્રિના તહેવાર દરમિયાન ખાસ સૌરાષ્ટ્રનું કેપિટલ ગણાતું શહેર રાજકોટમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે નવરાત્રીની ઉજવણી થાય તે માટે પોલીસે સજજડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે જે અંગેની માહિતી આજે પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી.

પોલીસ કમિશ્નરે નવરાત્રીને લઇને કરી પ્રેસ કોન્ફર્નસ
રાજકોટ શહેરના ઈન્ચાર્જ પોલીસ કમિશનર સંદીપસિંઘ સાથે બંને ઝોનના ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા ડીસીપી રવિ મોહન સૈની ઉપસ્થિત રહ્યા હતા.અને તેમણે બંદોબસ્ત ની આંકડાકીય માહિતી તથા તકેદારી અંગે ની વિશેષ માહિતી આપી હતી. ઇન્ચાર્જ પોલીસ કમિશનર સંદીપસિંઘે જણાવ્યું કે નવરાત્રીના આ વર્ષના આયોજનમાં શહેરમાં અલગ-અલગ સ્થળોએ
28 જેટલા અવાર્ચીન અને નાની-મોટી મળી કુલ 469 પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત નવરાત્રી પહેલા અને પછી એક દિવસ માટે યોજાતી વેલકમ નવરાત્રી ના 17 જેટલા આયોજનો થયા છે સરકારના અને સુપ્રીમ કોર્ટ ના નિયમ મુજબ રાત્રે 12 વાગ્યા સુધી આ તમામ ગરબા આયોજકોને મંજૂરી આપવામાં આવી છે.

સુરક્ષા જાણવવા 2
DySP, 4 ASP, 12 PI સહીત કુલ 659 પોલીસ ખડે પગે
નવરાત્રી દરમ્યાન શહેરમાં બંદોબસ્ત ની આંકડાકીય માહિતી આપતાં તેમણે જણાવ્યું કે શહેરમાં સઘન સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવશે જેના માટે
2-ડીસીપી, 4 એસીપી અને 12 પીઆઇ સહિત 659 પોલીસ બંદોબસ્ત માટે તૈનાત રહેશે તેમજ 30 મહિલા પોલીસ કર્મચારીઆે સાથે 237 હોમગાર્ડને પણ જવાબદારી સાેંપાઇ છે અને નવરાત્રીના તહેવારમાં ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક પોલીસ સાથે 134 ટ્રાફિક બ્રિગેડ ફરજ બજાવશે. નવરાત્રીના તહેવારમાં ખાસ કરીને અવાર્ચીન રાસોત્સવમાં આવારા તત્વો અને રોમિયોની રંજાડ રહેતી હોય જેના માટે ખાસ મહિલા પોલીસની ટીમ અને એન્ટી રમી ટીમને મેદાને ઉતારવામાં આવશે.

આ પણ જુઓ : જાણો કેવી રીતે આપણા આ સેલેબ્સ કરવાના છે નવરાત્રીની ઉજવણી....


મહિલા પોલીસ અલગ નહીં પણ ખાનગી ડ્રેસમાં તૈનાત રહેશે
આ વર્ષે મહિલા પોલીસની અલગ અલગ ટીમો પોલીસ ડ્રેસમાં નહી પણ તો ખાનગી ડ્રેસમાં આવા અવાર્ચીન રાસોત્સવનું તેમજ પ્રાચીન રાસ સૌનીઆસપાસ તૈનાત રહેશે અને છેડતી કરનાર તત્વોની સાન ઠેકાણે લાવી કાયદાનું ભાન કરાવશે. નવરાત્રિના તહેવારોમાં દારુ પીને નીકળતા શખ્સો ને પકડવા માટે પોલીસે અલગ અલગ
30 સ્ટેટિક પોઇન્ટ તેમજ 59 પેટ્રાેલિંગ ટીમો બનાવી છે.આ અલગ-અલગ ટીમો પાસે તેમજ પ્રાચીન અને અવાર્ચીન રાસોત્સવના આયોજન સ્થળ આસપાસ પોલીસની ટીમ બ્રેથ એનેલાઇઝર સાથે તૈનાત રહેશે અને ત્યાંથી આવતા જતા શકમંદોને તપાસી કાર્યવાહી કરશે.

rajkot gujarat navratri