આજે મધરાતથી 24 કલાકો ખુલ્લી રહી શક્શે દુકાનો, નીતિન પટેલની જાહેરાત

01 May, 2019 09:05 PM IST  |  ગાંધીનગર

આજે મધરાતથી 24 કલાકો ખુલ્લી રહી શક્શે દુકાનો, નીતિન પટેલની જાહેરાત

નીતિન પટેલ (File Photo)

રાજ્યમાં હવે 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ મહત્વની જાહેરાત કરી છે. નીતિન પટેલની જાહેરાત પ્રમાણે 1 મેથી રાજ્યમાં 24 કલાક દુકાનો અને રેસ્ટોરન્ટ ખુલ્લી રાખી શકાશે. નીતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે 24 કલાક દુકાનો ખુલ્લી રાખવાથી મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને 24 કલાક તમામ સામાન મળી રહેશે. આ નિર્ણયથી રાજ્યમાં રોજગારી પણ વધવાની વાત નીતિન પટેલે કરી છે. આ સાથે જ દુકાનદારોને દર વર્ષે રજિસ્ટ્રેશન કરવામાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.

તો મસૂદ અઝહર મામલે નીતિન પટેલે કહ્યું કે,'મસૂદને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવો એ ભારતની જીત છે. પાકિસ્તાને અઝહર પર પ્રતિબંધ લગાવી દેવો જોઈતો હતો. પરંતુ હવે યુ. એન. ના નિર્ણયથી દુનિયામાં આતંકી પ્રવૃત્તિઓ રોક લગાવવામાં સફળતા મળશે. આ નિર્ણયને કારણએ ભારત અને ખાસ કરીને કાશ્મીરમાં શાંતિ ફેલાશે.'

આ પણ વાંચોઃ સુરત: મનપા સંચાલિત સ્વિમીંગ પુલમાં 1 મહિનામાં 2 લોકોના મોતથી લોકોમાં રોષ

હાર્દિક અંગે બોલ્યા ડેપ્યુટી સીએમ

હાર્દિક પટેલ મામલે પણ નીતિન પટેલે નિવેદન આપ્યું. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે રાજ્ય સરકાર આર્થિક અનામતનો અમલ કરી ચૂકી છે. હવે કેન્દ્ર સરકારે અમલ શરૂ કર્યો છે, ત્યારે હાર્દિક આંદોલન સમેટતો નથી. અત્યારે રાજ્યમાં કોઈ આંદોલન નથી ત્યારે આ પ્રકારના નિવેદનો કેમ આવે છે તે જાણવાનો અધિકાર જનતાનો છે.

gujarat Nitin Patel gandhinagar