જામનગર : શહેરમાં ડેંગ્યુનો કહેર જોવા મળ્યો, 11 દર્દીઓના પોઝિટીવ કેસ

27 June, 2019 10:13 PM IST  |  Jamnagar

જામનગર : શહેરમાં ડેંગ્યુનો કહેર જોવા મળ્યો, 11 દર્દીઓના પોઝિટીવ કેસ

Jamnagar : ગુજરાતમાં વાયુ વાવાઝોડા બાદ વરસાદે વિધીવત રાજ્યમાં પધરામણી કરી દીધી છે. ત્યારે વરસાદ બાદ રોગચાળાનો કહેર પણ જોવા મળે છે. ત્યારે રાજ્યના જામનગર શહેરમાં ડેંગ્યુનો કેસ સામે આવતા તંત્ર સફાળું જાગ્યું હતું. જામનગરમાં એક જ દિવસમાં 13 દર્દીઓને ડેન્ગ્યૂનો રિપોર્ટ પોઝિટિવ મળતા આરોગ્ય તંત્રની દોડધામ વધી જવા પામી છે. પાણીજન્ય અને મચ્છરજન્ય એવા ડેન્ગ્યૂના રોગચાળાએ છેલ્લા કેટલાક દિવસથી માઝા મૂકી છે. તો ચોમાસામાં વધુ જોવા મળતા આ રોગચાળાએ હાલ દેખા દીધી છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે તાવની બિમારી માટે સારવાર અર્થે આવેલા દર્દીઓમાંથી શંકાસ્પદ જણાતા 39 દર્દીઓના જરૂરી નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા હતાં. તેમાંથી ૧૩ દર્દીને ડેન્ગ્યૂ હોવાનો રિપોર્ટ મળ્યો હતો.

આ પણ જુઓ : આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરમાં આ રીતે ઉજવણી કરવામાં આવી

આથી આ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે અને સઘન સારવાર શરૂ કરવામાં આવી રહી છે. તો આ 13 દર્દીઓમાંથી જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 4 તથા ગ્રામ્ય વિસ્તારના 1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય 8 કેસ અન્ય જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે.

jamnagar gujarat dengue Gujarat Rains