ટ્રમ્પના કાર્યક્રમનું કવરેજ કરવા જતી ન્યુઝ-ચૅનલની વૅનમાંથી દારૂ ઝડપાયો

23 February, 2020 07:31 AM IST  |  Daman

ટ્રમ્પના કાર્યક્રમનું કવરેજ કરવા જતી ન્યુઝ-ચૅનલની વૅનમાંથી દારૂ ઝડપાયો

આ વૅનમાંથી દારૂ ઝડપાયો

વાપી ટાઉન પોલીસે નૅશનલ ન્યુઝ ચૅનલ રિપબ્લિક ભારતની ઓબી વૅનમાં દમણથી નવ બોટલ દારૂ લઈને જતા ચૅનલના મીડિયાકર્મી તથા તેના ચાલકને ઝડપી પાડી તેની સામે ફેજદારી નોંધી ધરપકડ કરી હતી. વાપી ટાઉનના પોલીસકર્મી ક્રિપાલસિંહ જામસંગ, કનકસિંહ દોલુભાઈ તથા ગનુભાઈ અરજણભાઈ પેટ્રોલિંગમાં હતા. એ દરમ્યાન તેમને બાતમી મળી હતી કે દમણ તરફથી એક તાતા ૪૦૭ ઓબી વૅનમાં દમણથી દારૂ ભરી વાપી તરફ લઈ જવાઈ રહ્યો છે. તેથી ડાભેલ ચેકપોસ્ટ પાસે પોલીસની ટીમ ઊભી રહી હતી. દરમ્યાન બાતમીવાળી ઓબી વૅન (નં. યુ.પી.૧૬ ઈટી ૩૪૨૧)ને રોકી તેની તલાસી લેતા અંદરથી દારૂની નવ બોટલ (કિંમત રૂપિયા ૩૯૦૦) મળી હતી. આ દારૂ અંગે ચાલક પાસે પાસ પરમિટ મળી ન હતી. તેથી પોલીસે આ મીડિયાકર્મી વિનાયક શાંતારામ ગોરીવલે અને જગદીશ ચોથમલ રાઠોડને પૃચ્છા કરતા તેઓ આ દારૂ પીવા માટે લઈ જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું.

gujarat