દાહોદઃ માછલી પકડવા ગયેલી ચાર મહિલાઓ સહિત પાંચના મોત

09 April, 2019 02:00 PM IST  |  દાહોદ

દાહોદઃ માછલી પકડવા ગયેલી ચાર મહિલાઓ સહિત પાંચના મોત

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતના દાહોદ જિલ્લાના સારમારિયા તળાવમાં માછલી પકડવા ગયેલી ચાર મહિલાઓ સહિત પાંચના મોત નીપજ્યા છે. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ઘણી મહેનત બાદ તેમના મૃતદેહ બહાર કાઢ્યા.

મહિલાઓ માછલી પકડવા માટે તળાવમાં પહોંચી હતી. વધુ માછળી પકડવા માટે મહિલા માછીમારોએ જાળ તળાવની વચ્ચે નાખી હતી. જો કે જાળ બહાર કાઢતા સમયે મહિલાઓ જ પાણીમાં તણાઈ ગઈ.ઘટનાની માહિતી મળતા સ્થાનિકો તળાવના કિનારે એકઠા થયા.

જાલોદ પોલીસ અને ફાયર બ્રિગેડને માહિતી મળતા સ્થાનિક તરવૈયાઓ અને ફાયર બ્રિગેડે સાથે મળીને તેમના શબ બહાર કાઢ્યા. આ મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે ઝાલોડના સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ ઘટનામાં સીમા લિયા ગામનો અર્જુન નામનો વ્યક્તિ પણ સામેલ છે.

આ પણ વાંચો : માયાભાઈ આહીરઃવાંચો ડ્રાઈવરથી ડાયરાના 'સુપરસ્ટાર' સુધી કેવી રહી છે સફર

મૃતકોમાં સમુબેન સુકેશભાઈ સેવલા વસૈયા, પિંકલબેન સુકેશભાઈ વસૈયા, પાલબેન ભૂરાભાઈ બારિયા, પિંકલબેન ભૂરાભાઈ બારિયા અને અર્જુનભાઈ સમૂડાભાઈ બારિયા સામેલ છે.

Crime News gujarat ahmedabad