ભાવનગરના 9 જળાશયોમાં હાલ ખાલીખમ્મ

17 June, 2019 07:07 PM IST  |  Bhavnagar

ભાવનગરના 9 જળાશયોમાં હાલ ખાલીખમ્મ

Bhavnagar : ભાવનગર જિલ્લાના ડઝન નાના મોટા જળાશયો પૈકીના શેત્રુંજી ડેમ, મહુવાના માલણ અને રોજકી સિવાયના તમામ ડેમો હાલ ખાલીખમ્મ છે. આ ડેમોમાં પાણીના નામ પળીયું દેખાય છે. જળ સિંચન માટે આશિર્વાદરૂપ જળાશયોમાં જળ સંગ્રહ ઘટયો છે. ઉનાળાના અંતભાગે અને ચોમાસાના આરંભમાં ક્રિકેટના મેદાનમાં ફેરવાઈ ગયા છે.

 

જમીનમાં પાણીની સપાટી ઉંચા લાવવા માટે જળાશયો એક માત્ર વિકલ્પ છે. ત્યારે ગત વર્ષે મોટા ભાગના જળાશયો ખાલીખમ્મ રહ્યા હતા, ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં પાણી હોવાથી શહેર અને સિંચાઈમાં થોડી રાહત રહે છે, પરંતુ બાકીના ડેમો કોરા ધાકોર રહેતા ચિંતાનો માહોલ જન્મ્યો છે. ચોમાસું બેસી ગયું છે, ત્યારે ખાલી ડેમોમાં નવા જળ જથ્થાની આવક થાય તેવો આશાવાદ બંધાયો છે.


શેત્રુંજીએ ભાવનગરની ચિંતા ટાળી
ભાવનગર શહેરને પિવાના પાણી માટેનો વિકલ્પ નર્મદા ઉપરાંત શેત્રુંજી ડેમ છે, હાલમાં ૯૦ એમએલડી જથ્થો પિવા માટે લેવાય છે, વરસાદ ખેંચાય તો પણ બે મહિના સુધી ચાલે એટલો ડેમમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.



હસ્તગીરી પરના વાઈરલેસથી કોમ્યૂનિકેશન
સમગ્ર સૌરાષ્ટ્રભરમાં બે મુખ્ય ફ્લડ સેન્ટર કામ કરે છે, જેમાંના એક ભાવનગર પાનવાડી ખાતે અને બીજો રાજકોટ ખાતે કાર્યરત છે, જેમાં ભાવનગરમાં ફલડ કન્ટ્રોલ ખાતેથી સૌરાષ્ટ્રના ૬૦ જળાશયોનું નિયંત્રણ કરવામાં આવે છે, પાલિતાણા તાલુકાના હસ્તગીરી ઉંચો ડુંગર છે, જ્યાં વાઈરલેસ સેટ મુકવામાં આવ્યા છે, તમામ જળાશયોથી મેસેજ હસ્તગીરી પહોંચે છે, જયાંથી ભાવનગર પાનવાડી મળે છે, જે મેસેજ ગાંધીનગર મોકલવામાં આવે છે. ચોમાસામાં ભાવનગર ફલડ કચેરીની મહત્વની ભૂમિકા બની જાય છે.


આ પણ વાંચો : ભાવનગરમાં વાવાઝોડ દરમ્યાન 20 બાળોકનો જન્મ થયો, એકનું નામ 'વાયુ' પાડ્યું

ભારે વરસાદના સમયે સતત અપડેટ રહેવું પડે
ચોમાસું હજુ ખાસ જામ્યુ નથી, પરંતુ જળાશયોમાં આવક શરૃ થાય ત્યારે ફ્લડ કન્ટ્રોલની જવાબદારી ખૂબ વધી જાય છે, ગાંધીનગર સતત માહિતી અપડેટ કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના ૬૦ ડેમોની માહિતી ભાવનગર થઈને ગાંધીનગર જાય છે. ભારે વરસાદ વખતે સતત અપડેટ રહેવું પડે છે.

bhavnagar gujarat